Zuckerbergની સંપત્તિ 31 અબજ ડોલર જેટલી ઘટતા, ટોપ 10 ધનિકોમાંથી બહાર…

1 દિવસમાં ઝકરબર્ગની સંપત્તિ 31 અબજ ડોલર ઘટી. શેરમાં 25 ટકાના ઘટાડાથી યૂઝર્સ પણ ઘટ્યા. અગાઉ શેર્સના કારણે એલન મસ્કને થયું હતું મોટું નુકસાન. Facebookના યૂઝર્સમાં મોટા ઘટાડાનો ઝટકો મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને જોરથી લાગ્યો છે. મેટાના શેરમાં આવેલા લગભગ 25 ટકાના ઘટાડાના કારણે એક જ દિવસમાં માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં 31 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ સાથે ઝકરબર્ગ દુનિયાના ટોપ 10 ધનિક લોકોની સૂચિમાંથી પણ બહાર આવી ગયા છે. મેટાના સહસંસ્થાપક ડસ્ટિન મોસ્કોવિટ્ઝની સંપત્તિ પણ મેટાના શેરની કિંમતમાં ઘટાડો થવાના કારણે 3 બિલિયન ડોલર ઘટીને 21.2 બિલિયન ડોલરની થઈ છે. ડસ્ટિન દુનિયાના 79મા સૌથી ધનિક વ્યક્તિ છે.
શેરમાં ઘટાડાના કારણે વ્યક્તિની સંપત્તિ ઘટવાની બીજી ઘટના: આ પહેલા ટેસ્લાના એલન મસ્ક નવેમ્બરમાં શેરના ઘટવાના કારણે એક જ દિવસમાં 35 બિલિયન ડોલર ખોવી ચૂક્યા હતા. ટેસ્લાના શેરમાં ઘટાડાનું કારણ મસ્ક પોતે છે. તેઓએ એક ટ્વિટર પોલની મદદથી લોકોને પૂછ્યું કે શું તેમને ટેસ્લામાંથી 10 ટકા ભાગ વેચી દેવો જોઈએ. આ પોલના બાદ ટેસ્લાના શેર ખૂબ જ મોટાપાયે ઘટ્યા હતા.
3 મહિનાના પરિણામથી મેટાના શેર ઘટ્યા: મેટાની તરફથી જાહેર કરાયેલા ત્રિમાસિક રિપોર્ટના અનુસાર ફેસબુકે 2021ની ચોથી ત્રિમાસિકમાં છેલ્લી ત્રિમાસિક આધાર પર અડધા મિલિયન એટલે કે લગભગ 5 લાખ ગ્લોબલ ડેલી યૂઝર્સને ખોવી દીધા છે. ફેસબુકની 2004માં શરૂઆત બાદ આ પહેલો અવસર છે જ્યારે તેને ડેલી એક્ટિવ યૂઝર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના પ્રોફિટમાં પણ ઘટાડો થયો છે. મેટાના રિપોર્ટના આધારે whatsapp, Instagramના યૂઝર્સનો ગ્રોથ પણ અસર કરી રહ્યો છે.
કેટલા ઘટ્યા યૂઝર્સ: મેટાના ત્રિમાસિક ફાયનાન્શિયલ રિઝલ્ટથી ખ્યાલ આવે છે કે ફેસબુકના ડેલી એક્ટિવ ગ્લોબલ યૂઝર્સની સંખ્યા એક ત્રિમાસિક પહેલા 1.930 અબજ હતી જે હવે 1.929 અબજ થઈ છે. વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા અન્ય મેટા એપ્સમાં પણ યૂઝરનો વધારો ઘટ્યો છે. દુનિયામાં તેના જે 5 લાખ યૂઝર્સ ઘટ્યા છે. મેટાના ડિસેમ્બરના ત્રિમાસિકમાં 10.3 અબજ ડોલરની કમાણી થઈ છે. આ સમયે કંપનીનું વેચાણ વર્ષ પહેલા 28.1 અબજ ડોલરથી વધીને 33.67 અબજ ડોલર સુધી પહોંચ્યું છે. પ્રતિ શેર થયેલી કમાણીને જોઈએ તો આ વર્ષ પહેલાના 3.88 ડોલરથી ઘટીને 3.67 ડોલર પર આવી હતી.