ઝેલેન્સ્કીએ પત્ર લખી રશિયાને યુદ્ધ સમાપ્ત કરવાની શરત જણાવી, ઉશ્કેરાયેલા પુતિને કહ્યું- યુક્રેનને ખતમ કરી નાખીશ..

ઝેલેન્સ્કીએ પત્ર લખી રશિયાને યુદ્ધ સમાપ્ત કરવાની શરત જણાવી, ઉશ્કેરાયેલા પુતિને કહ્યું- યુક્રેનને ખતમ કરી નાખીશ..

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 34મા દિવસે પણ ચાલુ છે. બીજી તરફ, આ સંકટ બાબતે ડિપ્લોમેટીક સમાધાનનો પણ રસ્તો શોધવામાં આવી રહ્યો છે. આ જોતા રશિયાના અબજોપતિ અને ચેલ્સી ફૂટબોલ ક્લબના માલિક રોમન અબ્રામોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિનો પત્ર લઈને પુતિન પાસે પહોંચ્યા હતા. આ પત્રમાં ઝેલેન્સ્કીએ એવી શરતો વિશે જણાવ્યું હતું કે જેના દ્વારા યુદ્ધને રોકી શકાય છે.

આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા પુતિને કહ્યું કે હું યુક્રેનને ખતમ કરી નાખીશ. બીજી તરફ આજે બંને દેશોના પ્રતિનિધિમંડળ યુદ્ધવિરામ માટે તુર્કીમાં મળવા જઈ રહ્યું છે. જો કે અમેરિકાનું કહેવું છે કે પુતિન સમાધાનના મૂડમાં નથી.

યુદ્ધ અપડેટ્સ…

-રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે વિરોધી દેશોના નાગરિકોને રશિયાના વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.
-બ્રિટન યુક્રેનને સ્ટાર સ્ટ્રીક સિસ્ટમ આપશે. રશિયા દ્વારા પરમાણુ હુમલાની ધમકી આપ્યા બાદ બ્રિટને આ નિર્ણય લીધો છે.
-યુક્રેનની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પર સાઈબર હુમલો થયો છે.
-મંગળવારની શાંતિ મંત્રણા પહેલા, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન તટસ્થ દેશ બનવા માટે તૈયાર છે.
-ફિઅરલેસ જર્નાલિઝમ માટે નોબેલ પુરસ્કાર જીતનાર રશિયન અખબાર નોવાયા ગેઝેટાએ તેનું પ્રકાશન બંધ કરી દીધું છે.
-અમેરિકાએ જર્મનીમાં 6 નેવી ઈલેક્ટ્રોનિક વોરફેર જેટ અને 240 સૈનિકો તહેનાત કર્યા છે.
-રશિયાના હુમલાને સમર્થન આપવાનું પ્રતીક ‘Z’ અક્ષર દર્શાવતી વ્યક્તિઓ પર જર્મનીમાં કાર્યવાહી થઈ શકે છે.
-મળતી માહિતી મુજબ રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે ઘણા રશિયનો તુર્કી અને દુબઈમાં પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે.

યુક્રેનમાં થયેલા નુકશાન પર એક નજર

-યુક્રેનનાં રિવ્ને પ્રદેશનાં ગવર્નરે કહ્યું છે કે રોકેટ હુમલામાં એક ઓઈલનો ડેપોને નુકશાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રશિયન મિસાઈલોએ 6 ઓઈલ ડેપોને નષ્ટ કરી દીધા છે.
-કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ કહ્યું- યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. જયારે, યુદ્ધમાં લગભગ 82 બહુમાળી ઇમારતો નાશ પામી છે.
-યુક્રેનના ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવમાં લગભગ 1,200 એપાર્ટમેન્ટ્સ રશિયાના હુમલાથી નાશ પામ્યા છે. જ્યારે, રશિયાના સૈન્ય દ્વારા 1,177 બહુમાળી ઇમારતો, 53 કિન્ડરગાર્ટન્સ, 69 શાળાઓ અને 15 હોસ્પિટલોનો નાશ કરવામાં આવ્યો હતો.
-ખાર્કિવના 30 ટકાથી વધુ નાગરિકોએ યુદ્ધને કારણે શહેર છોડી દીધું છે.
-યુક્રેનમાં અત્યાર સુધીમાં 78 હજાર કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે. રાજધાની કિવ, લીવ સહિત ઘણા શહેરોના રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

આજે બંને દેશો ઈસ્તાંબુલમાં મંત્રણા કરશે
અત્યાર સુધી રશિયા-યુક્રેન વચ્ચે 28 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 7 માર્ચે શાંતિ વાટાઘાટો થઈ છે, પરંતુ તમામ પ્રયાસો છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આથી બંને દેશોના નેતાઓ વચ્ચે મંગળવારે ફરી એકવાર તુર્કીના શહેર ઈસ્તાંબુલમાં બેઠક યોજાવાની છે. આ દરમિયાન યુદ્ધને રોકવા માટે બંને દેશોના નેતાઓ વાતચીત કરી શકે છે.

બ્રિટને રશિયાને ઓફર કરી
બ્રિટન તરફથી રશિયાને ઓફર કરવામાં આવી છે. બ્રિટનના વિદેશ મંત્રી લિઝ ટ્રુસે કહ્યું કે જો રશિયા યુદ્ધનો અંત લાવે અને યુક્રેનમાંથી પોતાની સેનાને પરત બોલાવી લેશે, તો બ્રિટન રશિયા અને તેની કંપનીઓ પરના પ્રતિબંધો હટાવી લેશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 34મા દિવસે પણ ચાલી રહ્યું છે. રશિયન સેના સતત યુક્રેનના શહેરોમાં મિસાઈલોથી એટેક કરી રહી છે. રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે. મારિયુપોલ શહેરમાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. આ શહેર 90% ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યું છે. મારિયુપોલના મેયરે કહ્યું-હુમલા પછી અત્યાર સુધી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. શહેરમાં હજુ પણ 1.6 લાખ ફસાયેલા છે. રશિયન સેનાએ શહેરથી બહાર નીકળવાના તમામ માર્ગો પર કબજો કર્યો છે.

દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ પુતિનને સત્તામાંથી હટાવવાના તેમના નિવેદન માટે માફી નહીં માગે. જો કે બાઈડેને કહ્યું-હું નીતિ પરિવર્તનની વાત કરી રહ્યો છું. મેં જે અનુભવ્યું, એ કહ્યું અને હું તેના માટે માફી માગીશ નહીં.

યુક્રેન પર સાયબર એટેક
રશિયા-યુક્રેન યુદ્ધને એક મહિનાથી વધુ સમય થયો. આ યુદ્ધ બંધ થવાના હજુ કોઈ આસાર જણાતા નથી ત્યારે યુક્રેન પર ફરી એકવાર સાયબર એટેક થયો છે. આ અંગે યુક્રેને આશંકા વ્યક્ત કરી છે કે જે લોકોએ ટેલિકોમ પ્રોવાઈડર કંપની પર સાયબર એટેક કર્યો છે એ લોકો રશિયન સંદર્ભ ધરાવે છેયુક્રેનની કદાવર અને અગ્રણી ઈન્ટરનેટ અને ફોન લાઈન પ્રોવાઈડર કંપની યુક્રટેલિકોમ સાયબર એટેકનો ભોગ બની હતી. યુક્રેનિયન અધિકારીઓએ આ માહિતી આપી હતી.

યુક્રેનની સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કમ્યુનિકેશન્સ એન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેક્શને ટ્વીટ દ્વારા સાયબર એટેક અંગે જાણકારી આપી હતી. આ એજન્સીએ કહ્યું છે કે સાયબર એટેક કરનારા હેકર્સ રશિયા સાથે નાતો ધરાવે છે. જો કે સાયબર એટેકને ‘ન્યુટ્રલાઈઝ્ડ’ કરી દેવાયો હોવાનું પણ એજન્સીએ જણાવ્યું હતું. એજન્સીના અનુસાર, કમ્યુનિકેશન્સ સેવાઓ પૂર્વવત્ કરવામાં આવી રહી છે અને તેમાં પ્રાથમિકતા યુક્રેનની મિલિટરી માટે કમ્યુનિકેશન્સ સેવાઓમાં અવરોધ ન આવે તેને આપવામાં આવી રહી છે. અગાઉ પણ યુક્રેનની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની ટ્રાયોલાન પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો હતો.

શાંતિ માટે તટસ્થતાની ઘોષણા કરવા યુક્રેન તૈયાર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 33 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક દેશોની મધ્યસ્થતા છતાં બેમાંથી એક પણ દેશ ઝૂકવા માટે તૈયાર નથી. આ વચ્ચે ક્રેમલિને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તાની શરૂઆત મંગળવારે તુર્કીમાં થઈ શકે છે. ક્રેમલિને પુતિનને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિવેદનને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. રશિયા સાથેની વાતચીત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે શાંતિ માટે તટસ્થતાની જાહેરાત કરી શકીએ છીએ.

યુક્રેનનો દાવો છે કે રશિયાની સેનાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 143 બાળકોના મોત થયા છે. જ્યારે 216થી વધુ ઘાયલ છે. જો કે આ આંકડો હજુ વધી શકે છે. બીજી તરફ, યુક્રેનના સંરક્ષણ ગુપ્તચર વિભાગના વડાએ દાવો કર્યો છે કે પુતિન યુક્રેનને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની જેમ ભાગલા પાડીને પૂર્વ અને પશ્ચિમ યુક્રેન બનાવવા માંગે છે. આ સાથે રશિયા તેની સરહદથી ક્રિમીઆ સુધી લેન્ડ કોરિડોર બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.

રશિયાના કબજામાંથી આઝાદ થયું ઇરપિન
ઈરપિન શહેર ઉપર યુક્રેનની સેનાએ ફરી નિયંત્રણ મેળવી લીધુ છે અને રશિયાની સેના સાથે રાજધાની નજીક લડાઈ લડી રહ્યા છે. ઈરપિનના મેયર ઓલેકસાંડર માર્કુશીને જણાવ્યું હતું કે આજે આ અમારા માટે સારા સમાચાર છે-ઈરપિનને મુક્ત કરાવવામાં આવ્યું છે. અમે સ્પષ્ટપણે માની રહ્યા છીએ અમારા શહેર ઉપર વધુ હુમલા થશે અને અમે તેનો બહાદુરીપૂર્વક સામનો કરશું.

યુક્રેને તોડી પાડ્યું રશિયાનું 124મું વિમાન
યુક્રેનની સેનાએ ખાર્કિવમાં રશિયાનું વિમાન અને ડ્રોન તોડી પાડ્યું છે. યુક્રેનના સત્તાવાર આંકડા મુજબ, 24 ફેબ્રુઆરી પછી આ રશિયાનું 124મું વિમાન છે, જેને યુક્રેનની સેનાએ તોડી પાડ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275