પુતિનના બોડીગાર્ડના પ્રોટોકોલ જાણી ચોંકી જશો- તેમના બોડીગાર્ડ બનવું ખુબ જ મુશ્કેલ છે, ગરમીમાં પરસેવો પણ ન થવો જોઇએ…

બુલેટપ્રુફ બ્રીફકેસ અને હાઇ પાવર પિસ્ટલ સાથે બોડિગાર્ડ, જમવાનું ચાખનારા લોકો, આ બધી રીતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાને દુશ્મનોથી બચાવે છે. અહીં, પુતિનની સેફ્ટીની વાત એટલા માટે થઈ રહી છે કે કેમકે યુક્રેન પર હુમલાનો આદેશ આપ્યા બાદ પુતિનની નિંદા કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો તેમને મારી નાખવા માટેની યોજનાઓ પણ બનાવી દીધી છે.
અમેરિકી રિપબ્લિકન સાંસદ લિંડ્સે ગ્રાહમે પુતિનની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું- શું રશિયન સેનામાં કોઈ બ્રૂટસ કે સ્ટફબર્ગ જેવા માણસો નથી બચ્યાં? કેમકે પુતિનને રોકવા માટે આનાથી વધુ કોઈ સારો માર્ગ નથી. બ્રૂટસે રોમન જનરલ સીઝરની હત્યા કરી હતી. કર્નલ સ્ટફનબર્ગ જર્મન સેનાના અધિકારી હતા, જેમણે હિટલરની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેવામાં ગ્રાહમે સીધી રીતે પુતિનની હત્યા તરફ ઈશારો કર્યો હતો.
પુતિન વિશે લોકો એટલું જ જાણે છે જેટલુ તેઓ જણાવવા ઈચ્છે છે. તેઓ એક પૂર્વ KGB એજન્ટ છે અને પોતાની સુરક્ષાને લઈને હંમેશા સતર્ક રહે છે. તેમની સિક્યોરિટી હંમેશા કડક હોય છે. કોરોનાથી બચવા માટે તેમણે એડવાઈઝરથી પણ 20 ફુટનું અંતર બનાવી રાખેલું. 2020માં જ્યારે મોસ્કો હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને જોવા ગયા હતા તો તેમણે એક સ્પેશિયલ સૂટ પહેર્યો હતો.
પુતિનના બોડિગાર્ડ્સ પોતાને તેમના મસ્કિટિયર્સ કહે છે. તેમાં રશિયાની ફેડરલ સિક્યોરિટી ફોર્સ(FPS) અથવા FSOના લોકો સામેલ થાય છે. તેમના પાસે કોઈ પણ પ્રકારના વોરન્ટ વગર દેખરેખ રાખવી, ધરપકડ અને અન્ય સરકારી એજન્સીઓને આદેશ જાહેર કરવાનો અધિકાર રહેલો હોય છે.
ઘણા ટેસ્ટ પાસ કરીને બની શકે છે બોડિગાર્ડ: બિયોન્ડ રશિયા વેબસાઈટ પ્રમાણે પુતિનના બોડીગાર્ડ્સને ઘણા ટેસ્ટ પાસ કરવા પડે છે. તેમાં ઓપરેશનલ સાઈકોલોજી, શારીરીક સહનશક્તિ, ઠંડીનો સામનો કરવાની ક્ષમતા અને ગરમીમાં પરસેવો ન આવવો સામેલ છે. આ બોડિગાર્ડ્સ હંમેશા બુલેટપ્રુફ જેકેટ પહેરેલા હોય છે. તેમની પાસે બુલેટપ્રુફ બ્રીફકેસ અને રશિયા નિર્મિત 9 મિમિ SR-1 વેક્ટર પિસ્ટલ પણ હોય છે.
યાત્રાના મહિનાઓ અગાઉ નજર રાખવામાં આવે છે: પુતિનની વિદેશ યાત્રા પહેલા તેમની ટીમો મહિનાઓ પહેલા તે જગ્યાઓ પર નજર રાખે છે, જ્યાં પુતિનને પહોંચવાનું હોય છે. આ દરમિયાન સુક્ષ્મ વસ્તુઓથી લઇને જનતાની પ્રતિક્રિયા કેવી રહેશે, હવામાન કેવુ રહેશે તેની તપાસ કરવામાં આવે છે. પુતિન જ્યાં પણ રોકાય છે, ત્યાં જામિંગ ડિવાઈસ પણ લગાવવામાં આવે છે.
સુરક્ષાના 4 લેયરમાં રહે છે પુતિન: માર્ગ પર પુતિન એક હથિયારોથી સજ્જ કાફલા સાથે હોય છે. તેમાં AK-47, ટેન્ક-રોધી ગ્રેનેડ લોન્ચર અને પોર્ટેબલ એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલો સામેલ છે. જ્યારે પુતિન ભીડમાં હોય છે તે સુરક્ષા ચાર લેયરમાં હોય છે, પરંતુ તેમા માત્ર એક સેક્શન તેમના બોડિગાર્ડ જ જોવા મળે છે. બીજી લેયર ભીડ વચ્ચે છુપાયેલુ હોય છે. ત્રીજુ લેયર કિનારા પર હોય છે. તે સિવાય આસપાસની બિલ્ડિંગ્સમાં પણ સ્નાઈપર્સ બેસેલા હોય છે.
પુતિનના બોડિગાર્ડને નિવૃત્તિ બાદ નવુ પદ મળે છે: પુતિનના બોડિગાર્ડને 35 વર્ષની ઉંમર પછી નિવૃત્ત કરી દેવામાં આવે છે. જોકે, તેમને નિવૃત્તિ બાદ વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. તેમને ગવર્નર, મંત્રી, સ્પેશિયલ ફોર્સમાં ઓફિસરના રેન્ક આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, એક અધિકારી પુતિનના જમવાનું ટેસ્ટ કરે છે જેથી એ ખ્યાલ આવી શકે કે ખાવામાં ઝેર તો નથી ને.
પુતિન માટે બોડી ડબલનો ઉપયોગ: માનવામાં આવી રહ્યું છે કે FSO ક્યારેક પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના બોડી ડબલનો ઉપયોગ કરે છે. વર્ષ 2000માં પુતિને સ્વિકાર કર્યો હતો કે ચેચન્યાની યાત્રાઓ દરમિયાન તેમના બોડી ડબલને રજૂ કરવામાં આવ્યા હતા, કેમકે તે સમયે રશિયા અલગાવવાદિઓના સંકટ સામે ઝઝૂમી રહ્યું હતું. જોકે, 2010માં તેમણે આ વાતનો અસ્વિકાર કર્યો હતો.