યોગીના શપથ પહેલા જ ખૂંખાર ગુનેગારોમાં ખૌફ, સામેથી આવીને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા લાગ્યા હિસ્ટ્રીશીટર

યોગીના શપથ પહેલા જ ખૂંખાર ગુનેગારોમાં ખૌફ, સામેથી આવીને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા લાગ્યા હિસ્ટ્રીશીટર

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લે, તે પહેલા જ ગુનેગારો ગુનો ના કરવાની કસમ ખાવા લાગ્યા છે. યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ એક પછી એક ગુનેગારોના થયેલા એન્કાઉન્ટર બાદ એક વખત ફરીથી હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ સરકારના સખ્ત પગલા લેવાની સંભાવનાને લઈને ગુનેગારોએ સરેન્ડર કરવાનું શરૂ કરી દીધુ છે.

છેલ્લા 2-3 દિવસોમાં ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાંથી એવા બનાવો સામે આવી ચૂક્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 માર્ચ બાદ ગુનેગારોની ગરમી ઉતારવા અને મે-જૂનમાં શિમલા બતાવી દેવાનો વાયદો કર્યો હતો.

હમણાનો જ કિસ્સો સહારનપુરમાં ચિલકાના પોલીસ સ્ટેશન વિસ્તાનો છે. SO સત્યેન્દ્ર રાયે બે દિવસ પહેલા જ ચિલકાના પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ તેમણે હિસ્ટ્રીશીટરની તપાસ કરાવડાવી. રાત્રે જ્યારે પોલીસ ઘરે પહોંચી, તો તેમના ઘરમાં હડકંપ મચી ગયો. જે બાદ 4 હિસ્ટ્રીશીટરો સામેથી પોલીસ સ્ટેશન પહોંચી ગયા. તમામ લોકો ગુનો ના કરવાની કસમ ખાવા લાગ્યા. આ સાથે જ કહ્યું કે, તેઓ ગામમાં રહીને જ પોતાનું કામ કરશે. જ્યારે પોલીસ બોલાવશે તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચીને હાજરી પૂરાવશે.

SO સત્યેન્દ્ર રાયે કહ્યું કે, કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. ખોટુ કામ કરનારા સામે સખ્ત કાર્યવાહી થશે. ચિલકાના બાદ ગાગલહેડી પોલીસ સ્ટેશનમાં પણ હીસ્ટ્રીશીટર ગળામાં તખ્તી નાંખીને પહોંચ્યા. જે બાદ પોલીસ સામે હાથ જોડીને ગુના અંગે પ્રાયશ્ચિત કરવા લાગ્યા. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર ફરીથી બનાવવા કારણે તેમને એન્કાઉન્ટરનો ડર સતાવવા લાગ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.