વર્ષો પછી માં ને વૃદ્ધાશ્રમમાંથી પાછી ઘરે લઈ જવા આવેલા પુત્ર સાથે પાછા જવા માં તૈયાર ન થઈ, જાણો તેનું કારણ….

વર્ષો પછી માં ને વૃદ્ધાશ્રમમાંથી પાછી ઘરે લઈ જવા આવેલા પુત્ર સાથે પાછા જવા માં તૈયાર ન થઈ, જાણો તેનું કારણ….

મિહિરને વિદેશમાં કામ મળવાના કારણે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને તે વિદેશમાં કામ કરવા નીકળી ગયો. 6 વર્ષ પછી એક દિવસ મિહિરનો વૃદ્ધાશ્રમ પર ફોન આવે કે તે પોતાની માતાને લેવા માટે આવે છે. માતા-પિતાને આ વાતની જાણ થતા તે ઘણા ખુશ થઇ જાય છે. પણ મિહિરની માં ને વિચાર આવે છે કે, તે ફક્ત મને જ કેમ લઇ જવા માંગે છે તેના પિતાને કેમ નહિ?

પછી મિહિરના પિતા તેમને સમજાવે છે કે, કદાચ હમણાં ફક્ત તારા રહેવા જેટલી વ્યવસ્થા થઈ હશે એટલે ફક્ત તને જ લઇ જવા માંગે છે. પછીથી તે મને પણ લઇ જશે. અને તું મારી ચિંતા ન કર હું અહીં ખુશ છું અને આપણે બંને જલ્દી જ મળીશું.

મિહિરના પિતા એ દિવસે એટલા ખુશ હતા કે પોતાના વૃદ્ધાશ્રમના મિત્રોને મિહિરના નાનપણની વાતો કરવા લાગ્યા અને મીઠાઈઓ વહેંચવા લાગ્યા. છેવટે તે દિવસ આવી ગયો જયારે મિહિર પોતાની માં ને લેવા આવે છે. મિહિર વૃદ્ધાશ્રમ આવે છે અને ખુરશી પર બેસે છે અને તેની આજુબાજુ વૃદ્ધાશ્રમના લોકો પણ આવીને બેસી જાય છે.

મિહિર પોતાના માતા પિતાને જણાવે છે કે, તેણે લગ્ન કરી લીધા છે અને થોડા મહિના પહેલા તેને એક બાળક પણ થયો છે. આ વાતની જાણ થતા તેના માતા-પિતા સહીત ત્યાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. થોડા સમય સુધી ત્રણેય જણાં વચ્ચે ખુબ સારી રીતે વાતચીત ચાલતી રહે છે.

પછી મિહિરની માં તેને પૂછે છે કે, ‘તું ફક્ત મને જ કેમ લેવા આવ્યો છે, તારા પિતાને કેમ નહિ?’ ત્યારે મિહિર જણાવે છે કે, ‘હું અને મારી પત્ની બંને કામ પર જતા રહીએ છીએ અને બાળકની દેખરેખ કરવા માટે કોઈ નથી. બહારની આયાને લાવીએ તો તેનો ખર્ચો અલગ અને તેના પર વિશ્વાસ કરી શકાય નહિ. એટલા માટે હું તને લેવા માટે આવ્યો છું.’ આ સાંભળી મિહિરના પિતા તેની મમ્મી તરફ જુએ છે તો તેની આંખમાંથી ખુશીના આંસુની જગ્યાએ હવે દુઃખના આંસુ વહેવા લાગે છે.

મિહિર ઉભો થાય છે અને કહે છે, મમ્મી જલ્દી તૈયાર થઇ જા. આજે રાત્રે જ ફ્લાઇટ છે, આપણે જલ્દી નીકળવાનું છે. તેની માં પૂછે છે, ‘તું મને લેવા આવ્યો છે કે એક આયાને?” મિહિર પાસે માં ના આ સવાલનો જવાબ નહોતો. થોડા સમય માટે રૂમમાં શાંતિ છવાઈ રહી. માં આગળ કહે છે કે જેટલું દુ:ખ મને આજે થયું છે એટલું દુઃખ મને ત્યારે પણ નહોતું થયું જયારે તું મને અને તારા પિતાને અહીં વૃદ્ધાશ્રમ મુકવા આવ્યો હતો.

મિહિર સમજી જાય છે કે, તેની માં તેની સાથે આવશે નહિ. એટલે તે ધીરે ધીરે વૃદ્ધાશ્રમની બહાર જવા લાગે છે અને બહાર જતા સમયે તેને ઠોકર વાગે છે અને તે પડી જાય છે. આ જોઈને તેના માતા-પિતા ભાગતા ભાગતા તેની પાસે જાય છે અને બંને એક સાથે બોલે છે “દીકરા તને વાગ્યું તો નથી ને.”

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *