શું ગ્રીષ્માના કેસનો ચુકાદો હવે માત્ર એક અઠવાડિયામાં આવી જશે?, જાણો ફેનીલનાં વકીલે શું કહ્યું…

શું ગ્રીષ્માના કેસનો ચુકાદો હવે માત્ર એક અઠવાડિયામાં આવી જશે?, જાણો ફેનીલનાં વકીલે શું કહ્યું…

આપણે બધા લોકો જાણીએ જ છીએ કે થોડા દિવસો પહેલા જ સુરત શહેરના પાસોદરા ગામે ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાનું મૃત્યુ કર્યું હતું, તેથી હાલમાં ગ્રીષ્માના પરિવારના બધા લોકો ફેનિલને કડકમાં કડક સજા થાય તેની રાહ જોઈ રહ્યા છે,

તેથી હાલમાં ફેનિલના નામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ફેનિલના આ ચાલી રહેલા કેસમાં છેલ્લા ચાર દિવસથી અઠ્ઠાવન જેટલા લોકોની સાક્ષીઓ લઈને તે લોકોની કોર્ટમાં તપાસ કરવામાં આવી હતી.

આ ઘટના બન્યા બાદ જે લોકોએ આ ઘટના થઇ તે સમયે તેમની આંખેથી જોઈ હતી અને જે લોકોએ ગ્રીષ્માના મૃત્યુ કરતો વિડીયો ઉતાર્યો હતો તે લોકોને પણ કોર્ટમાં બોલાવીને જુબાની લેવામાં આવી હતી, ફેનીલનાં ચાલી રહેલા આ કેસમાં સરકારે ફેનિલને એક વકીલ પણ આપ્યો હતો, પોલીસ પણ આ કેસની હાલમાં ઝડપથી તપાસ કરી રહી હતી.

પોલીસે આ કેસ અંગે થોડા જ દિવસોમાં 2500 પાનાંની એક ચાર્જશીટ પણ રજૂ કરી હતી, હાલમાં આ કેસની ઝડપથી કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી, જે સમયે કોર્ટમાં ફેનિલને રજૂ કરવામાં આવ્યો

તે સમયે તેના વકીલે ફેનિલને નિર્દોષ સાબિત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા હતા, હવે ગ્રીષ્મા વેકરીયાનું તેના એકતરફી પ્રેમીએ મૃત્યુ કર્યું હતું તેનો ચુકાદો માત્ર એક અઢવાડિયામાં આવી જશે.

ગ્રીષ્માના પરિવારના બધા લોકો આજે પણ તેમની એકના એક લાડલી દીકરીને યાદ કરીને રડી પડે છે, ગ્રીષ્માના પિતા નંદલાલભાઈને તો આજે પણ તેમની દીકરીના મૃત્યુનો આઘાત ગયો નથી, તેથી નંદલાલભાઈ આજે પણ અડધી રાત્રે તેમની દીકરીને યાદ કરીને રડી પડે છે, તેથી ગ્રીષ્માના પરિવારના બધા લોકો તેમની દીકરીના ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.