ગુજરાતમાં જાણીતા ‘સંત’ની રાજનીતિમાં થશે એન્ટ્રી? ઈન્દ્રભારતીએ CM યોગી સાથેનો ફોટો શેર કરીને જાણો શું લખ્યું…

ગુજરાતમાં જાણીતા ‘સંત’ની રાજનીતિમાં થશે એન્ટ્રી? ઈન્દ્રભારતીએ CM યોગી સાથેનો ફોટો શેર કરીને જાણો શું લખ્યું…

ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ ગરમાવ્યો વ્યાપ્યો છે. કારણ એક જ છે કે જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુના રાજકારણમાં આવવાની અટકળો તેજ બની ગઈ છે. ગઈકાલે સરકાર કહેશે તો ચૂંટણી લડવા તૈયાર વાળા નિવેદન બાદ આજે ઇન્દ્રભારતી બાપુએ UPના CM યોગી સાથેનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે યોગી ઔર જોગી..મહત્વનું છે કે આ પહેલા તેમને ચૂંટણી લડવાને નિવેદન લઇને આપ્યું હતું જેમાં યોગી આદિત્યનાથના શાસનનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ આજે યોગી આદિત્યનાથ સાથે ફોટો શેર કરતાં રાજનીતિમાં ઇન્દ્રભારતી બાપુના મંડાણની ચર્ચાઓ તેજ બની છે.

‘સરકાર કહશે તો ચૂંટણી લડવા તૈયાર’
ગઈ કાલે ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે જો સરકાર કહશે તો ચૂંટણી લડવા તૈયાર છે. અગાઉ CM, સાંસદ અને મંત્રીઓ ઇન્દ્રભારતી બાપુની મુલાકાત કરી હતી. જો કે બાપુની આ જાહેરાત બાદ હજુ સુધી સરકાર કે ભાજપ સંગઠન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ઈન્દ્રભારતી બાપુએ શું કરી જાહેરાત?
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે હું મારી તરફથી કહું કે મને જો સરકાર કે બાપુ હવે તમારે લડવાનું છે તો લડી નાખીશું, આ વખતે તેમણે એક કહેવતનો પણ ઉપયોગ કર્યો હતો ‘ઘડી પડી મેદાન મૈ સબ ખેલન કો આયે નહીં કિસીકે બાપ કી જો જીતે વો લે જાયે’ આ નિવેદન આપતા તેમણે ધારાસભા કે લોકસભાની કોઈ પણ ચૂંટણીમાં સરકાર હુકમ કરે તો લડવાની તૈયારી દર્શાવી દીધી છે. મહત્વનું છે કે આવનાર ડિસેમ્બર મહિનામાં વિધાનસભા 2022ની ચૂંટણી આવી રહી છે જેને લઈને આ ઈચ્છા બાપુએ વ્યક્ત કરી હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેર પડશે..
ત્યારે જો બાપુ રાજનીતિમાં પગરવ મૂકે તો સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ફેર પાડી શકે તેમ છે. સાથે જો ગત ચૂંટણી પર નજર કરીએ તો ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો. અને મોટા ભાગના જિલ્લાઓમાં કોંગ્રેસ વન વે નીકળી હતી. ત્યારે ઇન્દ્રભારતી બાપુની રાજકારણમાં આવવાની ઈચ્છા બાદ ગુજરાતની ભાજપ સરકાર આ અંગે વિચારી શકે તેમ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.