શું પુતિન ન્યૂક્લિયર બોમ્બ ફેંકવાનું પાગલપન કરશે???

આખી દુનિયાની નજર અત્યારે માત્રને માત્ર રશિયા યૂક્રેન યુદ્ધ પર મંડાયેલી છે. રશિયા સહિત ઘણા દેશોને એમ હતું કે, હુમલો થશે એના થોડાં જ સમયમાં યૂક્રેન ઘૂંટણિયા ટેકવી દેશે. કોઇને કલ્પના સુદ્ધાં નહોતી કે, યૂક્રેન આટલી ટક્કર આપી શકશે. યૂક્રેનની સરખામણીમાં રશિયા અનેકગણું શક્તિશાળી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રઘવાયા થયા છે. પુતિને પોતાના ન્યૂક્લિયર ફોર્સને હાઇ એલર્ટ કર્યું છે. આ એક ખતરનાક વિચાર છે. દુનિયાના એક વર્ગનો મત એવો છે કે, પુતિન યૂક્રેન અને દુનિયાને ડરાવવા માટે પરમાણુ હથિયારોના ઉપયોગની વાતો કરી રહ્યા છે. બીજો વર્ગ એવું કહે છે કે, પુતિન પોતાના ઇગો સંતોષવા માટે કોઇપણ હદે જઇ શકે છે. પુતિન ફ્રસ્ટ્રેટ થયા છે. એક નાનકડો દેશ જો આટલો મોટો પડકાર ઊભો કરે તો ભવિષ્યમાં રશિયાની ધાક કેવી રીતે રહે? અલબત્ત, પરમાણુ હથિયારોના ઉપયોગનો વિચાર જ ખતરનાક છે.

અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર તારીખ 6 ઓગસ્ટ 1945 અને એના ત્રણ દિવસ પછી તારીખ 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી શહેર પર ન્યૂક્લિયર બોંબ ફેંક્યો હતો. પરમાણુ હુમલામાં બંને શહેરો તબાહ થઇ ગયા હતા. સાડા ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાને 77 વર્ષ થઇ ગયા છે છતાં આજની તારીખે જાપાનમાં રેડિઓ એક્ટિવની અસરો વર્તાઇ રહી છે. સાડા સાત દાયકા કરતા વધુ સમયમાં દુનિયાના અનેક દેશોએ ન્યૂક્લિયર હથિયારો બનાવ્યા છે. દુનિયાના નવ દેશો પાસે અત્યારે ન્યૂક્લિયર હથિયારો છે. તેમાં સૌથી વધુ 6257 હથિયારો રશિયા પાસે છે. તેમાંથી 1458 તો ગમે ત્યારે ઉપયોગમાં લઇ શકાય એ રીતે ગોઠવેલા છે. રશિયા ઉપરાંત અમેરિકા, ચીન, ભારત, પાકિસ્તાન, બ્રિટન, ઇઝરાયલ, ફ્રાંસ અને સાઉથ આફ્રિકા પાસે પરમાણુ હથિયારો છે. દુનિયામાં અત્યારે એટલા પરમાણુ હથિયારો છે કે, આખી દુનિયાનો એક વાર નહીં પણ અનેકવાર નાશ થઇ જાય.

એક તરફ રશિયાએ ન્યૂક્લિયર ફોર્સને હાઇએલર્ટ પર મૂક્યું છે અને બીજી તરફ સારી વાત એ છે કે, રશિયા અને યૂક્રેન વચ્ચે મંત્રણાઓ શરૂ થઇ છે. યૂક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમીર જેલેંસ્કીએ વાતચીત વિશે એવું કહ્યું હતું કે, કોઇ સમાધાનની શક્યતા ઓછી છે પણ અમે કોઇ મોકો ગુમાવવા નથી માંગતા. યૂક્રેનને હવે દુનિયાના દેશોનો સાથ મળવા લાગ્યો છે એટલે એની હિંમત વધી છે.

આખી દુનિયાના હિતમાં તો એ જ છે કે, સમાધાનનો કોઇ રસ્તો નીકળી આવે અને યુદ્ધ સમાપ્ત થાય. યુદ્ધ ચાલુ રહે તો પણ પરમાણુ હથિયારોનો ઉપયોગ ન થાય. પરમાણુ હથિયારનો ઉપયોગ થયો તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ અનેક ગણી વધી જશે. બેલારૂસે રશિયાને પોતાને ત્યાંથી પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. યૂક્રેનની રાજધાની કિવ બેલારૂસથી નજીક પડે છે. બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર લુકાશેનકોને ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સહિત અનેક દેશોના નેતાઓએ ફોન કરીને એવી વિનંતી કરી છે કે, તમે યુદ્ધમાં રશિયાને સાથ ન આપો. બેલારૂસે કોઇની વાત માની નથી અને રશિયાની પડખે ઊભું રહ્યું છે.

યૂક્રેને જે રીતે વળતી ફાઇટ આપી છે તેનાથી પુતિન ફ્રસ્ટ્રેટ થયા હોય એવું લાગી રહ્યું છે. રશિયાએ પરમાણુ બોંબનો ઉપયોગ કર્યો તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. દુનિયાની ભલાઇ એમાં જ છે કે, પુતિન એવું કોઇ ગાંડપણ ન કરે, બાકી ન થવું જોઇએ એવું ઘણું બધું થશે!

વાત વણસી તો જેવી રીતે બેલારૂસ રશિયાની તરફેણમાં અને જર્મની અને બીજા દેશો યૂક્રેન સાથે ઊભા રહી ગયા છે એમ એમ ધીમે ધીમે દુનિયાના બધા દેશો બે ભાગમાં વહેંચાઇ જશે. યુદ્ધ શરૂ થયું ત્યારે જ પુતિને દુનિયાના દેશોને એવી ધમકી આપી હતી કે, રશિયા અને યૂક્રેનની વચ્ચે કોઇ દેશ આવ્યો છે તો અમે તેની સાથે પણ લડી લેશું.

રશિયાએ ભલે યૂક્રેન સાથે વાતચીત શરૂ કરી હોય પણ સાથોસાથે યૂક્રેનના કિવ અને બીજા શહેરો પર જોરદાર હુમલાઓ કરવાનું પણ ચાલુ રાખ્યું છે. રશિયાનો ટાર્ગેટ યૂક્રેનના પ્રેસિડેન્ટ જેલેંસ્કી છે. જેલેંસ્કી જો હાથમાં આવ્યા તો રશિયન સેના એને ખતમ કરી નાખશે. બીજી બાજુ જેલેંસ્કીના રક્ષણ માટે અમેરિકાએ પણ સીઆઇએના બેસ્ટ કમાન્ડોને મોકલ્યા હોવાની વાતો બહાર આવી છે. યુદ્ધ દરમિયાન જે સમાચારો આવતા હોય છે એમાં ક્યાં સાચા અને ક્યા ખોટા એ નક્કી કરવું પણ ઘણી વખત અઘરું પડતું હોય છે.

વ્લાદિમીર પુતિને ન્યૂક્લિયર ફોર્સને હાઇ એલર્ટ પર મૂકી દીધી છે
પરમાણુ હથિયારના ઉપયોગનો વિચાર જ ધ્રૂજાવનારો છે
જાપાનમાં પરમાણુ બોંબ ઝીંકાયા હતા, તેના ભયંકર પરિણામો હજુ દેખાઇ રહ્યા છે

રશિયાએ એવી વાત ઉડાડી હતી કે, યૂક્રેનના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે. અત્યારના સમયમાં ટેકનોલોજી એટલી પાવરફૂલ છે કે, ખોટું હોય એ લાંબો સમય ટકતું નથી. જેલેંસ્કીએ તરત જ લોકો સમક્ષ આવીને પોતે જ નહીં, પોતાની આખી ટીમ યુક્રેનમાં જ મોજુદ હોવાનું કહ્યું હતું. જેલેંસ્કી એવી જ વાતો કરી રહ્યા છે કે, યૂક્રેન જીતી રહ્યું છે. યુદ્ધમાં મોરલ સહુથી મોટો ભાગ ભજવે છે. દુશ્મનો એક-બીજાનું મોરલ ડાઉન કરવા માટે સાઇકોલોજિક ગેઇમ પણ રમતા હોય છે.

યુદ્ધના મોરચેથી દરેક સમયે નવા નવા સમાચારો આવતા રહે છે. એક વાત એવી છે કે, રશિયાએ યુરોપિયન દેશોમાંથી પોતાના નાગરિકોને હટાવવાની તૈયારીઓ કરી છે. રશિયા એવી એડવાઇઝરી જાહેર કરે એવી શક્યતા છે કે, રશિયન નાગરિકો વહેલી તકે યુરોપ છોડી દે. રશિયા જો પરમાણુ હુમલો કરે તો એવી શક્યતા છે કે, દુનિયાના જે કોઇ દેશોમાં રશિયન નાગરિકો છે, તેના પર હુમલાઓ થાય. અલબત્ત, રશિયા આવી વાત પણ દુનિયા પર પ્રેશર ઊભું કરવા જ કરતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રશિયા ગમે તેમ કરીને એવું સાબિત કરવા માંગે છે કે, તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

રશિયાએ પરમાણુ હથિયારોની વાત કરી એ પછી આખી દુનિયાના શ્વાસ અદ્ધર ચડી ગયા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે વાત કરી છે. ઇઝરાયલ સહિત અનેક દેશોએ મધ્યસ્થી બનવાની ઓફર કરી છે. સારી વાત તો એ છે કે, રશિયા અને યૂક્રેન બંને સાથે મળીને જ વાતચીત કરે. મંત્રણાઓમાં શરતો જ હોય છે. રશિયા એવી જ શરત મૂકવાનું છે કે, યૂક્રેન નાટોમાં ન જોડાવવાની ખાત્રી આપે. યૂક્રેન આ શરત માનશે? જો યૂક્રેને એ શરત માનવી હોત તો પહેલેથી જ ન માની લીધી હોત? યૂક્રેન પહેલેથી એવું કહેતું આવ્યું છે કે, અમે સ્વતંત્ર દેશ છીએ. અમારે શું કરવું, કોની સાથે કેટલો સંબંધ રાખવો, એ અમે જ નક્કી કરીશું. રશિયા અમને કંઇ કરવા કે કંઇ ન કરવા માટે મજબૂર કરી શકે નહીં. મંત્રણાઓ જો સફળ રહી તો યુદ્ધ ગમે ત્યારે અટકી શકે છે, બાકી તો કુદરત જાણે કે દુનિયાના નસીબમાં હજુ શું શું જોવાનું લખ્યું હશે!

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.