રવિવારે કેમ ન તોડવા જોઈએ તુલસીના પાન, જાણો તેની પાછળનું ધાર્મિક કારણ…

હિંદુ ધાર્મિક માન્યતાઓમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગભગ તમામ હિંદુ ઘરોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીમાં લક્ષ્મીનો વાસ છે. ભગવાનની પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ અન્ય તમામ શુભ કાર્યોમાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં તમામ પૂજા પાઠ મુજબ વાર અને સમય અનુસાર કરવામાં આવે છે. પૂજાથી લઈને લગ્ન સુધી તમામ કામની શરૂઆત સવારના શુભ મુહૂર્ત જોઈને શરૂ કરવામાં આવે છે. આ સાથે આ શુભ કાર્યોમાં વપરાતી દરેક વસ્તુનું એક અલગ જ મહત્વ છે. દરેક ભગવાનની પૂજા વિવિધ પ્રકારના પ્રસાદ અને ભોગ વગેરેથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસી સાથે જોડાયેલા રવિવારે તુલસી નથી તોડવામાં આવતી.
માત્ર તુલસી તોડવા માટે જ નહીં. પરંતુ તેને લગાવવા અને પૂજામાં તેનો ઉપયોગ કરવા વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જેમ કે તુલસીનો છોડ ગુરુવારે લગાવવો જોઈએ. તેને ઘરમાં લગાવવાનો શ્રેષ્ઠ મહિનો કારતક મહિનો છે. એવી માન્યતા છે કે રવિવારે તુલસીનો છોડ કે તેના પાન તોડવા જોઈએ.
આ માન્યતા વિશે લોકો માને છે કે રવિવાર ભગવાન વિષ્ણુનો ખૂબ જ પ્રિય વાર છે. તેથી આ દિવસે તુલસી તોડવા જોઈએ નહી. કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય છે. વિષ્ણુને તુલસી પ્રિય બનાવવાનો શ્રેય ભગવાન ગણેશને જાય છે. રવિવારે તુલસીના પાન તોડવાથી ધનની હાનિ થાય છે.
તુલસી વિશે બીજી માન્યતા છે કે આંગણાની વચ્ચે છોડ ન લગાવવો જોઈએ. આ સિવાય તુલસીના પાનને નખ વડે ખેંચીને તોડવા જોઈએ નહીં. સાથે જ તુલસીના પાન પણ ચાવવા ન જોઈએ.