આમા કેમ જીવવું, ગરમીની શરૂઆત થતાં શાકભાજીના ભાવમાં થયો મોટો વધારો, જાણો બધા શાકભાજીના ભાવ…

મોંઘવારી એટલી બધી વધી રહી છે કે દેશની સામાન્ય જનતા હાલમાં આર્થિક સંકટમાં મુકાની છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોથી લોકો પરેશાન થઇ રહ્યા છે. 800 થી વધારે દવાઓની કિંમતમાં પણ 10 ટકાથી પણ વધારે વધારો થયો છે અને આની સાથે સાથે બાકી રહી ગયું તું કે શાકભાજીના ભાવમાં પણ જંગી વધારો થઈ રહ્યો છે.
દિવસેને દિવસે શાકભાજીના ભાવ પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી રહ્યા છે.હજી તો ઉનાળા ની ગરમીની શરૂઆત થઇ છે ત્યાં તો શાકભાજીના ભાવ પણ બમણા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં શાકભાજી ઓછી આવતી હોવાના કારણે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પરંતુ શરૂઆતમાં જ આટલા બધા ભાવ વધી જતાં ચોક્કસપણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે.
લીંબુ ની વાત કરવામાં આવે તો છૂટક બજારમાં લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે અને નોંધનીય છે કે દર વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે છે મુખ્ય બજારો શહેરના વિવિધ વિસ્તારોમાં શાક માર્કેટમાં ભાવ વધારો જોવા મળ્યો છે.ગૃહિણીઓને ઓછા ભાવે લીંબુ ખરીદવા માટે બજાર ફરી રહી છે પણ તમામ વેપારીઓ લગભગ એક જ ભાવે વેચી રહ્યા છે.
દરેક શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. અન્ય શાકભાજી ની વાત કરવામાં આવે તો લીંબુની સાથે સાથે ડુંગળી અને બટાકાના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજીની આવક ઘટવાના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
માત્ર છુટક જ નહીં પરંતુ હોલસેલર માર્કેટમાં પણ શાકભાજીના ભાવ બમણા થતાં જોવા મળી રહ્યા છે કે ઉનાળામાં લીંબુ નો વપરાશ ઘણો વધારે હોય છે તો તેની સામે માર્કેટમાં લીંબુ ઓછા આવતા હોય છે. જેના પરિણામે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તો આગળ જતાં તેમાં પણ કેટલો વધારો થશે તે જોવાનું રહેશે.