“તું મને કેમ ટીફીનમાં રોટલી નથી બનાવી આપતી??”, પતીના અસહ્ય ત્રાસથી પત્નીએ હચમચાવી દેતું પગલું ભર્યું…

“તું મને કેમ ટીફીનમાં રોટલી નથી બનાવી આપતી??”, પતીના અસહ્ય ત્રાસથી પત્નીએ હચમચાવી દેતું પગલું ભર્યું…

આજે દિવસે ને દિવસે મહિલાઓને થતા અત્યાચારને ગુના કિયા પ્રવૃત્તિઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેરની અંદર પતિ અને પત્નીના કંકાસ ને લઈને અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. તેવામાં ફરી એક વખત, ઘર કામ સહિતની નાની નાની બાબતોને લઈને એમજ ટિફિન ની અંદર રોટલી કેમ બનાવવી નથી આપતી તેને લઈને ઝઘડો થતાં, એક મહિલાએ કંટાળીને હચમચાવી દેનાર પગલું ભર્યું છે.

વાત કરીએ તો, પતિના અસહ્ય ઝઘડાને લઇને તેમજ નાની નાની વાતોને ધ્યાનમાં લઈને, પતિના ત્રાસથી છુટકારો મેળવવા માટે મહિલાએ અલગ અલગ રોગ માટે ઉપયોગમાં લેવાતી દવાઓ ખાઈ લેતા ભાગદોડ મચી ગઇ છે. તેમજ આ સમગ્ર ઘટના વાડજ વિસ્તારમાંથી સામે આવી છે. અમદાવાદ ની અંદર આવેલા જૂના વાડજ વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ની અંદર દાખલ કરાવી છે.

વાત કરીએ તો આ મહિલાએ તેના પતિ ઉપર આક્ષેપો મૂક્યા હતા કે, તેના પતિ દરેક ઘરના કામકાજને લઈને, મહિલા ઘરે વહેલા મોડો પહોંચે તે બાબતે શંકા કરીને, તેમજ તેની સાથે મારપીટ કરીને ગંદી ગાળો બોલતો હતો. 24 માર્ચ ના રોજ રાત્રીના સમયે બારેક વાગ્યાની આસપાસ, જ્યારે આ મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે, જમ્યા પછી તેની દીકરી ટીવી જોઈ રહી હતી અને ટીવીનો અવાજ ઓછો કરવા માટે અભદ્ર ગાળો બોલ્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે પણ તેના પતિ ઘરની બહાર ઝઘડો કરીને ગયો હતો. ૨૬મી માર્ચે સવારે દસ વાગ્યાની આસપાસ મહિલાના પતિએ નોકરીએ જવાનું હોવાથી ટિફિન બનાવવા માટે કહ્યું હતું. જેનાથી આ મહિલાએ ચણાની દાળ અને ભાત બનાવ્યા હતા. જેના કારણે તેના પતિએ કહ્યું હતું કે તું મને રોટલી કેમ બનાવવી નથી આવતી. તેમજ આ મહિલાના પતિ ટિફિન લીધા વગર નોકરી ઉપર નીકળી ગયા હતા.

તેવામાં વાત કરીએ તો ફરિયાદી મહિલા અને તેની દીકરી ઘરે એકલા હતા અને, તેમજ મહિલા ઉપર તેના પતિ ઘણાં સમયથી કામ ધંધો નહીં કરવાનું નોકરી નહીં કરવાની તેમજ વહેલા-મોડા આપવા અંગે શંકા કરવાની, સાથે મારપીટ કરતો હતો અને તેને કારણે ફરિયાદીને લાગી આવ્યું હતું. જેના કારણે પતિ સાથે ઘરસંસાર સારી રીતે ચાલશે નહીં જેથી તેમણે ઘરની અંદર પડેલી અલગ-અલગ 10 થી 15 દવાઓ લઈને ખાઈ લીધી હતી. તેમજ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે અને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.