કોણ છે હત્યારા ફેનીલનો વકીલ? વકીલે કર્યો ખુબ જ ચોંકાવનારો ખુલાસો…

કોણ છે હત્યારા ફેનીલનો વકીલ? વકીલે કર્યો ખુબ જ ચોંકાવનારો ખુલાસો…

સુરતમાં 21 વર્ષની માસૂમ દીકરી ગ્રીષ્માની હત્યાના આઘાતમાંથી પરિવાર હજી બહાર આવ્યો નથી. ગ્રીષ્માના માતા-પિતાની આંખમાંથી કેમેય કરીને આંસુઓ સૂકાતા નથી. લાડલી વગર પરિવારને ઘર સૂનું સૂનું લાગે છે. કાલ સવારે ઘરમાં ઉછળકૂદ કરતી દીકરી આજે દુનિયામાં જ હયાત નથી એ વાત પરિવાર માનવા જ તૈયાર નથી. બીજી તરફ ગઈ કાલે મંગળવારે હત્યારા ફેનીલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. દરમિયાન આજે બુધવારે આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ દ્વારા અલગ અલગ મુદ્દાઓની તપાસ અર્થે 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવ્યા હતા, જેના પર કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગ્રીષ્મા હત્યા કેસમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે. જેમણે કોર્ટ બહાર મીડિયા સાથેની વાતચીત કરી હતી. જેમાં ખૂબ ચોંકવાનારો ખુલાસો થયો હતો. આરોપીના કોર્ટમાં વર્તન અંગેનો સવાલ પૂછવામાં આવતા સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો એને કોઈ પશ્ચાતાપ હોય એવું દેખાતું નહોતું, એવું આરોપીઓની બોડી લેંગ્વેજ પરથી જણાતું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટમાં આરોપી ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ વસવસો નહોતો. તેણે ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી એનો કોઈ રંજ નહોતો. તે નફ્ફટ થઈને કોર્ટમાં બેસી રહ્યો હતો. આમ ફેનીલના એક પછી એક ઈરાદાઓ બહાર આવતા જાય છે.

આરોપી પક્ષે કોઈ દલીલ કરવામા આવી હતી કે કેમ? એ પ્રશ્નના જવાબમાં સરકારી વકીલે કહ્યું હતું કે આરોપી પક્ષે પણ દલીલો કરવામાં આવી હતી. આરોપીને પણ વકીલ ફાળવવામાં આવ્યા હતા. કારણ કે તટસ્થ ન્યાય થાય એ ન્યાયપાલિકાની એક પ્રણાલી છે. અને એટલા માટે કોઈ પણ આરોપી બચાવ વગર ના રહે એટલા માટે તેને વકીલ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે.

રિમાન્ડના મુદ્દાઓ: 1. આરોપીએ ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કરેલ છે. તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે. 2.ગુનો કરવામાં હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપૂર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.3. આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ? તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે. 4.આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રિકન્સટ્રક્શન પંચનામુ કરવાનું હોય આરોપીની હાજરીની જરૂરીયાત છે. 5.આરોપી ગુનો કર્યા બાદ સાહેદ સાથે કરેલ વાતચીતનું રેકોર્ડિંગ થયેલ હોય જેથી વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવા અર્થે સાહેદ તથા આરોપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ જઇ વોઇસ સેમ્પલ લેવડાવવા હાજરીની જરૂરીયાત છે. 6.આરોપીની ઓળખ માટે સાયન્ટિફિક પુરાવા મેળવવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.7.આરોપી પોલીસ પધ્ધતિથી વાકેફ હોય અને હકીકત છુપાવતો હોય તેમજ આરોપીને ઇજા થયેલ હોય યુક્તિ-પ્રયુક્તિપૂર્વક ગુનાને લગતી ઝીણવટ ભરી પૂછપરછ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

SITની રચના કરવામાં આવી: હોસ્પિટલમાંથી ફેનિલ ડીસ્ચાર્જ થતા જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.

ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ: પોલીસ તપાસમાં ડિજિટલ એવીડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે. આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય તેવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ કરાયા છે.

ફેનિલે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું: સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે જે તે સમયે લાવ્યા ત્યારે એના (ફેનિલ) હાથના કાંડા પર 5-6 સેમીનો ઘા હતો. તપાસમાં લોહીની નસ બચી ગઈ હતી. માત્ર માસ જ કપાયું હતું. તાત્કાલિક ઓપરેશનમાં લઈ લગભગ 10 ટાંકા લીધા હતા. ઝેરી દવા પીધી હોવાની કોઈ હિસ્ટ્રી ન હતી પણ ઉંઘની ગોળીઓ પહેલેથી જ લેતો હોવાનું ફેનિલ (દર્દી) કહી રહ્યો હતો.

કપલ બોક્ષ પર પ્રતિબંધ મૂકાયો: સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) ઉભા કરી તેમાં અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં અશ્લિલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક-યુવતીઓ ભોગ બનતા હોય છે. આ બદીને કારણે મૃત્યુ, રેપ, અને બ્લેકમેઈલિંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમણે શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275