ગ્રીષ્મા વેકરીયાના કેસમાં ફેનીલનો વકીલ કોણ છે અને તેમણે ફેનીલ વિશે કહ્યું કે…

ગ્રીષ્મા વેકરીયાના કેસમાં ફેનીલનો વકીલ કોણ છે અને તેમણે ફેનીલ વિશે કહ્યું કે…

સુરતમાં 21 વર્ષની માસૂમ દીકરી ગ્રીષ્માં વેકરીયાની હત્યાના બનાવે આખા ગુજરાતને હચમચાવી દીધું છે મંગળવારે ગ્રીષ્માંની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા આ વખતે માતા પિતા ભાઈ અને પરિવારના દરેક સદસ્યોથી ભાવુક દ્રશ્ય સર્જાયા હતા.

અંતિમ વિધિ વખતે કેટલાય ફૂલો વરસાવી લોકોએ શ્રદ્ધાંજલિ પણ આપી હતી બીજી તરફ નરાધર ફેનીલને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસ ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી‌.

આજે કામરેજ પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનીલને કચેરીમાં હજાર કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પણ આ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ ત્રણ દિવસમાં ફેનીલની પૂછપરછ થશે અને શું બનાવ બન્યો તેની યોગ્ય માહિતી મળી શકશે.

વકીલે કહ્યું કે ફેનીલને જજ સાહેબ તૃપ્તિબેન દવેની રૂબરૂ રજૂ કરવામાં આવ્યા છે અને કુલ ત્રણ દિવસના એટલે કે 19 તારીખ‌ના સાંજે ચાર વાગ્યે સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે રિપોર્ટરે તેમને પૂછ્યું કે આ મુદ્દા વિશે શું ગ્રાઉન્ડ રહ્યું છે.

ત્યારે તેમને કહ્યું કે એમાં સ્પેકટ્રોગ્રાફી નો એક મુદ્દો હતો પછી તેનો ફેસ આઇડેન્ટિફિકેશન એટલે કે ચેહરાની ઓળખાણ ઉપર તેનો મુદ્દો હતો અને જે બે ચપ્પુ લઇને તે સ્થળ ઉપર આવેલા હતા એમાંથી એક પોલીસે શોધી કાઢ્યું છે અને તે ક્યાંથી લીધું છે એની પણ તપાસ કરી લીધી છે.

પણ જે બીજું ચપ્પુ હતું તે હજુ સુધી પ્રાપ્ત કરવામાં આવ્યું નથી અને તે ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું તેની તપાસ પણ બાકી છે તે ઉપરાંત બીજા કોઈ કારણ તથા હથિયારની સંભાવના છે કે કેમ તેની તપાસ બાકી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.