ફેનિલ ગ્રીષ્માનું ગળું કાપી રહ્યો હતો ત્યારે કોઈ મદદ માટે આગળ ન આવ્યું, આ પાછળ એના ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

ફેનિલ ગ્રીષ્માનું ગળું કાપી રહ્યો હતો ત્યારે કોઈ મદદ માટે આગળ ન આવ્યું, આ પાછળ એના ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

સુરતના પાસોદરા ખાતે ૧૨ ફેબ્રુઆરીએ ફેનિલે જાહેરમાં દીકરી ગ્રીષ્માની હત્યા કરી હતી,આ અંગે સમગ્ર ગુજરાત રોષે ભરાયું છે,લોકોની માંગ છે કે હત્યારા ફેનિલને ફાંસીની સજા આપવામાં આવે.ગ્રીષ્માની હત્યા કરવામાં આવી ત્યારે આસપાસ ઘણા લોકો ત્યા હાજર હતા,તેઓ ગ્રીષ્માને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું.

ગ્રીષ્માના ભાઈએ કહ્યું,આસપાસ હાજર લોકોને એ વાતનો ડર હતો કે જો આગળ જઈશું તો દીકરી ગ્રીષ્મા પર હુમલો કરશે.આ સમયે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો.સાથે એ પણ જણાવ્યુ કે,આ સમગ્ર ઘટના અંગે હું અને મારા મોટા પપ્પા આરોપી ફેનિલને સમજાવવા ગેટ પર ગયા હતા,પરંતુ તેને મારા મોટા પપ્પા અને મારા પર હુમલો કર્યો હતો.

હું બીજી વાર તેના પર હુમલો કરવા ગયો તે દરમિયાન તેને મારો હાથ પકડ્યો અને મને પણ ચાકુ વાગ્યું હતું.આ પછી ગ્રીષ્મા અને તેના માતા ઘરની બહાર આવ્યા,તેઓએ ઘણી બૂમાબૂમ કરી અંતે ફેનિલે ગ્રીષ્માને પકડી લીધી હતી.આ પછી આરોપી ફેનિલ ગ્રીષ્માને મારી નાખીશ તેવું કહેવા લાગ્યો હતો.

આ દરમિયાન ત્યાં હાજર લોકો ફેનિલની ક્રૂરતા જોઈને ગ્રીષ્માને છોડી દેવા માટે કહી રહ્યા હતા પરંતુ ફેનિલે કોઇની વાત સાંભળી નહીં.ગ્રીષ્માના ભાઈ ધ્રૂવે સ્થાનિક મીડિયા સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું કે, આરોપી ફેનિલને જલ્દી સજા થવી જોઈએ.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.