હાલ રશિયા કયા દેશોને પોતાનો મિત્ર માની રહ્યું છે અને શા માટે?? જાણો…

રશિયા પોતાની અને યૂક્રેન વચ્ચેના વિવાદનું મૂળ નાટો અને અમેરિકાને જણાવી રહ્યું છે. હવે નાટોના સભ્યો ઉપરાંત મોટા ભાગની દુનિયા અમેરિકાના કારણે રશિયા વિરુધ્ધ ઉભી છે. એવામાં હવે એ જોવાનું રહે છે કે કયા દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાના સહયોગી છે. શીતયુદ્ધ પછી ભલે રશિયા મોટી આર્થિક શક્તિ ન હોય, પરંતુ તેની પાસે હજુ પણ ઘણા રાજકીય અને આર્થિક સહયોગી છે. તેમાંથી કેટલાક એવા છે જે સંકટની આ ઘડીમાં સંપૂર્ણપણે રશિયા સાથે ઊભા રહેશે.
શીત યુધ્ધવાળી વાત હવે નથી રહી: આ શીત યુદ્ધનો યુગ નથી. તે સમયે રશિયાને રુતબો ધરાવતા સોવિયત સંઘનો દરજ્જો મળતો હતો. તે રાજકીય તેમજ વ્યૂહાત્મક અને આર્થિક મહાસત્તા પણ હતું, જો કે હવે એવું રહ્યું નથી. આવી સ્થિતિમાં રશિયાને પોતાની માટે સહયોગ ઉભો કરવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે. હવે યૂક્રેન સંકટને કારણે વિશ્વ કદાચ જ બે ભાગમાં વહેંચાઈ શકે છે.
પોતાના પર જ પૂરો વિશ્વાસ: રશિયા તેના સહયોગીઓ કરતાં તેની પોતાની શક્તિઓ પર વધુ નિર્ભર છે. લાંબા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના માત્ર બે સહયોગી છે. તેની સેના અને નૌસેના. તેનું કારણ રહ્યું છે કે ઈતિહાસમાં રશિયાએ હંમેશા પોતાની તાકાત પર પોતાને ઉઠાવ્યું છે અને બચાવ્યું છે. જ્યારે વ્લાદિમીર પુતિનને 2015માં સહયોગીઓ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે પુતિને પોતે આ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પુતિને તરત જ એમ પણ કહ્યું કે તેઓ મજાકમાં આ વાત કહી રહ્યા છે.
હાલમાં કોણ છે રશિયાના સહયોગી: તો રશિયાના સહયોગીઓની સ્થિતિ શું છે અને શું તેઓ યૂક્રેન સંકટમાં રશિયાને નિર્ણાયક સમર્થન આપી શકશે. રશિયાએ પણ નાટોની જેમ 1992માં છ ભૂતપૂર્વ સોવિયેત રાજ્યો સાથે કલેક્ટિવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (CSTO) સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં રશિયાની સાથે આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. તેના ચાર્ટરમાં સુરક્ષા, સ્થિરતા, પ્રાદેશિક એકતા અને સંપ્રભુતા સામેના જોખમોની સ્થિતિમાં સંયુક્ત સંરક્ષણ પ્રદાન કરવાનુ ધ્યેય પણ સામેલ છે.
કેટલો કારગર રહેશે CSTO: આજે CSTO માં 25,000 ટ્રુપ્સની સેના છે. અત્યાર સુધી એવી કોઈ તક આવી નથી કે તેને લડવું પડ્યું હોય, પરંતુ સંગઠને ઘણી વખત સંયુક્ત લશ્કરી અભ્યાસ પણ કર્યા છે. રશિયા ઘણી વખત CSTO સહયોગીઓનો ઉલ્લેખ કરતું આવ્યું છે. જો કે એક સવાલ એ પણ છે કે આ દેશોનો સહયોગ રશિયા માટે કેટલો ઉપયોગી સાબિત થશે.
આ ત્રણ દેશો પણ: રશિયાએ જ્યોર્જિયાથી અલગ થયેલા બે દેશો અબકાઝિયા અને દક્ષિણ ઓસેટિયાને પણ સંપૂર્ણ સુરક્ષા આપી છે. રશિયા એ પાંચ દેશોમાંથી એક છે, જેણે આ દેશોને માન્યતા આપી છે. CSTO અને આ બે દેશો સાથે જ રશિયાની લશ્કરી સંધિ છે. આ સિવાય સીરિયાની બશર અલ-અસદની સરકારને પણ રશિયાનું સંપૂર્ણ સમર્થન છે. રશિયા સીરિયાને તેના સહયોગી તરીકે ગણાવે છે, આનો સીધો ઈશારો બશર અલ-અસદ સરકારનો ઉલ્લેખ કરે છે.
શું રહેશે ચીનનો સહયોગ?: ચીન રશિયાના મોટા સહયોગી તરીકે સામે આવી શકે છે. અત્યારે તે ખુલીને આવું નથી કરી રહ્યું. બંને દેશોએ સાથે મળીને ઘણી વખત સૈન્ય અભ્યાસ પણ કર્યો છે, બંને વચ્ચે અનેક સ્તરે આર્થિક સંબંધો પણ છે. ચીન રશિયાને બેક સપોર્ટ આપી શકે છે. જો કે આ દરમ્યાન ચીન અમેરિકા અને પશ્ચિમી દેશોનો ખુલ્લેઆમ વિરોધ કરીને પોતાની મુશ્કેલીઓ વધારવા માંગશે નહીં. આ સાથે જ રશિયા ચીનનો બીજો સહયોગી સાબિત થવા માંગશે નહીં. અત્યારે તે કોઈ વરિષ્ઠ સહયોગી પણ ન હોઈ શકે.