47 વર્ષની ઉંમરે આ મહિલાનો નવો જન્મ થયો તો મહિલા એ કહ્યું કે, દુનિયામાં આવવું એ આપણા હાથમાં નથી પણ કઈ રીતે જીવન જીવવું એ આપણા હાથમાં છે…

47 વર્ષની ઉંમરે આ મહિલાનો નવો જન્મ થયો તો મહિલા એ કહ્યું કે, દુનિયામાં આવવું એ આપણા હાથમાં નથી પણ કઈ રીતે જીવન જીવવું એ આપણા હાથમાં છે…

જયારે ભગવાન આપણને છોકરો કાંતો છોકરી બનાવે છે, ત્યારે અમુકવાર જેવું શરીર હોય તેવી અનુભિતી થતી નથી અને આખું જીવન નિરાશમાંમાં વિતાવવાનો સમય આવે છે. પણ અમુક જ લોકો એવા હોય છે કે જે પોતાના અસ્તિત્વને સ્વીકારે છે અને કોઈની ચિંતા કર્યા વગર પોતાની ખુશી માટે પગલું ભરે છે.

આવું જ કઈ કર્યું છે ઇન્દોરના અલકા બેને.અલકા બેન જન્મ એક સ્ત્રીના રૂપમાં થયો હતો પણ જયારે તે ૨૦ વર્ષના થયા ત્યારે તેમને અનુભવ્યું કે તેમના શરીરમાં છોકરીઓ જેવી કોઈપણ જાતની અનુભૂતિ નથી થતી.

તે પોતાની જાતને એક છોકરો જ માનતા હતા. તેમના શરીરમાં તે ખુશ નહતા. પણ તેમને ૩૦ વર્ષ જેટલો સમય છોકરીના શરીરમાંજ વિતાવી લીધું. આખરે કોરોનાના સમયમાં.તેમને પોતાન નજીકના લોકોનું મૃત્યુ થયા જોયું.

ત્યારે તેમને નક્કી કર્યું કે તે હવે તે ખુશીથી જ જીવન જીવશે અને ૪૭ વર્ષેની ઉંમરે મહિલા માંથી પુરુષ બનવાનું નક્કી કર્યું અને તેમને મુંબઈમાં ડોક્ટરની સલાહ લીધી અને પછી ઓપરેશન કરાવીને અલકા માંથી યાજ્ઞિક બની ગયા.

તેમના સબંધીઓ પણ ખુબજ ખુશ છે. આજે પોતાના શરીરને એક પુરુષના શરીરમાં જોઈને તેમને એવું લાગે છે કે મારો નવો જન્મ થયો છે.જે વર્ષોથી તો પુરુષ જ હતા પણ હવે શારીરિક રીતે પણ પુરુષ બનીને ખુબજ ખુશી મહેસુસ કરી રહયા છે.

તેમને નક્કી કર્યું કે આખું જીવન દુઃખમાં અને નિરાશમાં જીવવું એના કરતા થોડું જીવન ખુશીથી જીવી લેવું સારું. તેમના મિત્રોએ હોસ્પિટલમાં કેક કાપીને તેમના નવા જીવનની શુભેક્ષાઓ આપી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.