આ વ્યક્તિનું મૃત્યુ થઇ જતા કબૂતર તેમના ઘરમાં આવ્યું અને મૃત વ્યક્તિની પ્રદક્ષિણા કરીને તે વ્યક્તિના નાક પર બેસ્યું તો આ પ્રેમને જોઈને બધા જ લોકો ચકિત થઇ ગયા…

પશુ-પક્ષીઓની સાથે વ્યક્તિઓના પ્રેમના કેટલાય કિસ્સાઓ જોવા મળે છે, હાલમાં એક એવો પક્ષીના પ્રેમનો કિસ્સો જોવા મળ્યો છે જેમાં એક વ્યક્તિ જે રોજ સવારે પક્ષીઓનો ચણ નાખતો હતો અને એ વ્યક્તિનું મૃત્યુ થઇ જતા કબૂતર તેના મૃતદેહ પાસે આવીને બેસ્યું હતું.
આ કિસ્સો કપડવંજના ધોળીકૂઈ વિસ્તારમાં રહેતા હતા, આ વ્યક્તિનું નામ ગીરીશભાઈ મનહરભાઈ સોની છે.તેઓનું મૃત્યુ ૯ મી માર્ચના રોજ થઇ ગયું હતું, ગિરીશભાઈને પહેલાથી જ એક નિયમ હતો તેઓ સવારે ઊઠીને પક્ષીઓને ચણ નાખતા હતા
અને પછી બીજું કામ કરતા હતા જેમાં ચા-પાણી પણ પછી જ કરતા હતા. પણ હાલમાં ગીરીશભાઈનો ૯ માર્ચે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ સ્વર્ગવાસ થયો હતો તો એક કબૂતર તેમના ઘરે આવ્યું હતું.
પછી તેમનો મૃતદેહ જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં પરિવારના સભ્યો અને બીજા સબંધીઓ પણ બેસ્યા હતા અને એવામાં એક કબૂતર ઘરમાં આવ્યું હતું. આ કબૂતર આવતાની સાથે તેમની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યું હતું અને પછી ગિરીશભાઈના નાક પર ઘણા સમય સુધી બેસી રહ્યું હતું.
થોડો સમય થતા જ તે પછી ઘરની બહાર નીકળીને જતું રહ્યું હતું.આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બધા જ લોકો ચકિત થઇ ગયા હતા, કેમ કે આજે પક્ષીઓ પણ એવું ધ્યાન રાખે છે કે તેમને જે કોઈ વ્યક્તિ ચણ આપતું હતું
તે આ દુનિયામાં નથી. જેથી અહીંયા આવીને આ કબૂતરે ગિરીશભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આવા પ્રેમનું ઉદાહરણ જોઈને આજે બધા જ લોકો ત્યાં જોતા જ રહી ગયા હતા.