ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની ચોથી લહેર? કોવિડ ટાસ્ક ફોર્સનાં ઓફિસરે માહિતી આપી…

કોવિડ-19 ટાસ્ક ફોર્સનાં અધિકારીએ સોમવારે કહ્યું કે, જો વાયરસનો નવો વેરિઅન્ટ આવે છે તો, કોરોનાની આગલી લહર આગામી 6થી 8 મહિનામાં આવી શકે છે. આ સાથે જ તેણે દાવો કર્યો છે કે, ભલે જ ઓમિક્રોનનો સબ વેરિએન્ટ બીએ 2, બીએ 1ની સરખામણીએ વધુ સંક્રમિત હોય પણ તે સંભાવિત આગામી લહરનું કારણ નહીં બને.
તેણે વધુમાં જણાવ્યું કે,’આપણે ત્યાં સુધી ઓમિક્રોનનાં નીચલા તબક્કામાં છીએ. જોકે, આપણે આ યાદ રાખવાની જરૂર છે કે, વાયરસ આપણી આસપાસ છે. જેનો અર્થ છે કે, આપણે પોતાને સંક્રમિત થતા રોકવાનાં તમામ પ્રયાસો કરવાનાં.’
શું છે ઓમિક્રોન વધુ એક કોરોના લહરનું કારણ બની શકે છે?- ઓમિક્રોન BA.2 ને કારણે કોરોનાની વધુ એક લહરની સંભાવના પર બોલતા કોવિડ ટાસ્ક ફોર્સનાં અધિકારીએ કહ્યું કે, BA.2 તે લોકોને સંક્રમિત નથી કરી શકતી જે પહેલેથી જ કોવિડ-19નાં BA.1 સબ વેરિયન્ટથી સંક્રમિત થઇ ગયા છે.
BA.2 કોઇ નવો વાયરસનો સ્ટ્રેન નથી- ડૉ. જયદેવને સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, ‘ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BA.2’ની આ કોઇ નવી લહર નથી આવી. BA2 તે લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ નથી જેમને BA1નું સંક્રમણ થઇ ઘયું છે. આ કોઇ નવો વાયરસ કે સ્ટ્રેન નથી. BA2 ઓમિક્રોનનો જ એક ઉપ વંશ છે.
આગામી વેરિએન્ટનાં પ્રમુખ લક્ષણ શું હોઇ શકે છે?- ડૉ જયદેવને કહ્યું કે, ઓમિક્રોનની જેમ, ભવિષ્યનાં કોરોના વેરિએન્ટ વેક્સિન ઇમ્યુનિટી ગુણ દર્શાવી શકે છે. તેણે કહ્યું કે, ગત બે વર્ષોથી કોરોના વાયરસ તેની તાકાતને વધારવાં માટે સતત વિક્સીત થયું છે. જે વધુ લોકોને સંક્રમિત કરવા અને પ્રાકૃતિક પ્રતિરક્ષા અને વેક્સિનેશન પ્રતિરક્ષાને હરાવવાની તેની ક્ષમતા છે.