ઘઉંના ભાવમાં ઉછાળો, માંગ વધતાં ભારત 7 દેશમાં મોકલશે ઘઉં, વર્ષો પછી ભાવ આટલા હજારને પાર…

ઘઉંના ભાવમાં ઉછાળો, માંગ વધતાં ભારત 7 દેશમાં મોકલશે ઘઉં, વર્ષો પછી ભાવ આટલા હજારને પાર…

ઘણા દેશોને ભારત પહોંચાડશે ઘઉં, દુનિયાભરનું પેટ ભરવાની તાકાત ભારત રાખે છે. ભારત પાસે નિકાસ કરવા માટે ઘઉંનો 12 મિલિયન સ્ટોક સમગ્ર દેશનું પેટ ભરવાની તાકાત ભારત પાસે છે. હાલમાં વૈશ્વિક સ્થિતિ વચ્ચે ભારતીય મોટું કામ કરવા જઈ રહ્યું છે. ભારત વિશ્વના ઘણા દેશોને જોઈતા ઘઉં પૂરો પાડશે. દુનિયામાં એકમાત્ર ભારત જ એવો દેશ છે જે કોઈપણ અનાજ પૂરું પાડી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદને લઈને દુનિયાભરમાં ઘઉંની માંગ વધી છે. જેથી ઘઉંના ભાવ ખૂબ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ભારત પાસે ઘઉં નો સ્ટોક વધુ હોવાના અહેવાલોને કારણે ભાવ સારા આવ્યા છે.

ભારત પાસે હાલ બહાર ભારતીય ઘઉંની નિકાસ ટોપ છે. આ વર્ષે ભારત દુનિયાના દેશોમાં ઘઉંની નિકાસ કરશે જેને ઘઉં ની જરૂર છે. વધતી જતી માંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે.

શિકાગોમાં બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ભાવ ગયા મહિને 13.635 ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા દસ મહિનાથી ભારતના ઘઉંની નિકાસમાં ચાર ગણો વધારો થયો છે.

બદલાયેલી વૈશ્વિક સ્થિતિ માં ભારત અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશ ઉપરાંત હવે આફ્રિકા અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં પણ ઘઉંની નિકાસ કરવાની તક મળશે, ભારતીય ઘઉં ના કારણે સ્થિતિ સામાન્ય બનશે.

ભારત પાસે નિકાસ કરવા માટે ઘઉંનો 12 મિલિયન સ્ટોક છે. ભારત પાસે 2022-23 નિકાસ કરવા માટે 12 મિલિયન ટન ઘઉં છે. અમેરિકા કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22 માં ભારતે 85 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.

ભારત છેલ્લા પાંચ પાકની સીઝન થી રેકોર્ડબ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે.આ કારણોસર ભારત પાસે ઘઉંનો પૂરતો વધારાનો જથ્થો છે. જે તેની નિકાસ કરી શકે છે, આ વખતે હવે ઘઉંની લણણીની મોસમ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.