ઘઉંના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો ગુજરાત માર્કેટયાર્ડના લેટેસ્ટ ભાવ…

ઘઉંના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો ગુજરાત માર્કેટયાર્ડના લેટેસ્ટ ભાવ…

યુક્રેન અને રશિયા વચ્ચે 24મી ફેબ્રુઆરીએ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. અંતિમ તબક્કામાં હવે યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારતીય ઘઉંની નિકાસ મોટાપાયે થઇ રહી હોવાથી વૈશ્વિક ઘઉં ની તેજી હાલ પૂરતી થઈ ગઈ છે. જેની અસરે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચી સપાટીથી સરેરાશ ક્વિન્ટલે 150 રૂપિયા ઘટી ગયા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ પૂર્ણ થાય તો પણ ક્યાંથી યુદ્ધ પૂરું થયા બાદ એક મહિના સુધી કોઈ નિકાસ વેપારો શરૂ થાય તેવા સંજોગો નથી. ઇકોનોમી ને મોટું નુકસાન થયું છે અને આ સર્વે નો ફાયદો ભારતીય ઘઉં ના નીકાસકારોને થશે અને ઘઉં ની નિકાસ માર્ચ મહિનામાં પૂરું થનાર છે અને ચાલુ વર્ષના બાર મહિનામાં 90 લાખ ટન અને આગામી વર્ષે 100 થી 110 ટન ઘઉંની નીકાસ થાય તેવી સંભાવના છે.

યુક્રેન અને રશિયા કટોકટી નો સૌથી મોટો ફાયદો ભારતીય ઘઉં ના નિકાસકારો અને ખેડૂતોને થયો છે. વિશ્વ બજારમાં યુક્રેન અને રશિયાનો ઘઉંની નિકાસમાં 29 ટકા જેવો હિસ્સો છે જે હાલ બંધ થઈ ગઈ હોવાથી ભારતીય ઘઉં ની નિકાસ વધી છે જેને પગલે દેશમાં સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પહેલી એપ્રિલના ઘઉં નો સ્ટોક ત્રણ વર્ષના તળિયે પહોંચવાનો અંદાજ છે.

ટુકડા ઘઉ ની વાત કરવામાં આવે તો રાજકોટમાં 443 થી 507, અમરેલીમાં 300 થી 586, જેતપુરમાં 435 થી 480,ગોંડલ માં 420 થી 562, સાવરકુંડલા માં 435 થી 642, ખંભાત માં 400 થી 531, જસદણમાં 405 થી 525, વાંકાનેરમાં 425 થી 531, વિસાવદરમાં 453 થી 481, બાવળામાં 455 થી 508, દાહોદમાં 455 થી 508 જોવા મળ્યો હતો.

ઘઉંના લોકવન બજાર ભાવ ની વાત કરીએ તો રાજકોટ માં 440 થી 474, અમરેલીમાં 350 થી 467, ગોંડલ માં 414 થી 456, જામનગરમાં 400 થી 461, સાવરકુંડલામાં 400 થી 560, બોટાદ માં 380 થી 585, મોરબીમાં 430 થી 580, રાજુલામાં 400 થી 563, ઉપલેટામાં 400 થી 432 જોવા મળ્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.