પાડોશી યુવકે નાની બાળકી સાથે કર્યુ એવું કે પોલીસ ખાતું તરત જ દોડતું થઈ ગયું, જાણો પુરી ઘટના…

પાડોશી યુવકે નાની બાળકી સાથે કર્યુ એવું કે પોલીસ ખાતું તરત જ દોડતું થઈ ગયું, જાણો પુરી ઘટના…

છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ અથવા નાના બાળક ને પુરતી સુરક્ષા મળતી નથી. કારણકે હવસ.ખોરો નાના બાળકની ગેરસમજણ નો તેમજ એકલતાનો લાભ ઉઠાવીને તેઓને ઉપાડી જતા હોય છે. છેલ્લા છ મહિનામાં આવા અનેક કિસ્સાઓ આપણી નજર સામે આવી ચૂક્યા છે…

અને આવો વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. ત્યારબાદ પોલીસ તંત્ર સફાળું બેઠું થઇ ને દોડમદોડ કરવા લાગ્યું છે. હકીકતમાં નાના બાળકો ઘર સામે રમતા હોય અથવા તો ઘરની અંદર એકલા હોય ત્યારે આરોપીઓ તેઓને ટાર્ગેટ કરીને ઉપાડી જતા હોય છે. તેમજ શોષણ અને બળાત્કાર જેવી પ્રવૃત્તિઓ આચરીને મારી નાખવા સુધીની બનાવો પણ બની ગયા છે..

આ બાબતને લઈને પોલીસે કડક નિયમો પણ જાહેર કર્યા છે. અને અનેક આરોપીઓને બરાબર ની સજા પણ ફટકારી છે. છતાં પણ આ નરાધમો આ પ્રકારનું કામ ચાલુ જ રાખે છે. અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં પાડોશમાં રહેતો યુવક નાની બાળકીને પોતાની કાલીઘેલી ભાષામાં ફોસલાવીને ઉપાડી ગયો છે.

આ બાળકી ઘરની સામે રમતી હતી પરંતુ લાંબા સમય બાદ તે ઘરે પરત ન ફરતા તેના માતા પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી આસપાસના અનેક વિસ્તારોમાં શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જણાયું કે બાળકી જયા રહેતી હતી.

તેની બાજુના જ મકાનમાં એક યુવક પણ લાંબા સમયથી દેખાયો નથી. ત્યારબાદ વધુ તપાસ કરતાં જણાયું કે આ યુવક જ આ નાની બાળકીને ઉપાડીને ભાગી ગયો છે. આ વાત બાળકીના માતા-પિતાને જણાવતા તરત જ તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ બાળકી ઉંમરમાં ખૂબ જ નાની હોવાથી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.

જુદી-જુદી ટીમ બનાવીને આરોપીને પકડવા માટે સજ્જ થઇ ગઇ હતી. તપાસમાં જણાયું છે કે આરોપી આણંદ જિલ્લાનો છે. અને તે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. હવે આ આરોપી નાની બાળકીને ઉપાડીને કયા વિસ્તારમાં લઇ ગયો છે. તે અંગે હજુ કોઇ પણ જાણવા મળી નથી.

પરંતુ પોલીસની ટીમ આરોપીને પકડવા માટે કોઈ કસર બાકી નહીં મૂકે. હકીકતમાં ગુજરાતમાં આ પ્રકારના બનાવવામાં દિવસેને દિવસે ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. નાના બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ તેઓને આ પ્રકારના નરાધમો થી બચાવી રાખવા એના કરતા પણ વધારે મુશ્કેલ છે. આગામી સમયમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે ગુજરાતનું પોલીસ તંત્ર ખૂબ જ જાગૃતિ ફેલાવી રહ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275