આ કેવો બાપ છે?? પેહલા 14 વર્ષની દીકરીની હત્યા કરી, પછી નરાધમ બાપે મૃતદેહ સાથે એવું કર્યું કે જાણીને તમારું લોહી ઉકળશે…

આ કેવો બાપ છે?? પેહલા 14 વર્ષની દીકરીની હત્યા કરી, પછી નરાધમ બાપે મૃતદેહ સાથે એવું કર્યું કે જાણીને તમારું લોહી ઉકળશે…

હાલમાં જ મુકાવન ગામમાંથી એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલો બાપ-દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાવે એવો છે. ગુનામાં પિતાની એવી ક્રૂરતા સામે આવી છે, જેને સાંભળીને લોકોના આત્મા કંપી જાય છે. મળેલી માહિતી અનુસાર, અહીં પિતાએ પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને તેના મૃતદેહ પર દુષ્કર્મ આચર્યું. આરોપી પુત્રીને જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પુત્રી પર શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પુત્રીએ ના પાડી અને પરિવારજનોને જાણ કરવાની ધમકી આપતાં ગરીબ પિતાએ યુવતીની હત્યા કરી નાખી. હૈવાન પિતા આટલેથી જ ન અટક્યા. જાણવા મળ્યું છે કે, તેણે હત્યા બાદ બાળકીના શરીર પર દુષ્કર્મ આચર્યું હતું.

એવું પણ જાણવા મળ્યું છે કે, ઘટના બાદ આરોપી તેની પુત્રી ગુમ થયાનું લખાવવા માટે પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે આખું સત્ય ઉઘાડું પાડ્યું હતું. હાલ તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ આ મામલો મુકાવન ગામનો છે. એસપી રાજીવ કુમાર મિશ્રાએ જણાવ્યું કે ગામડાના રહેવાસી 40 વર્ષીય પિતાએ કેન્ટ પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેમની 14 વર્ષની પુત્રી મંગળવારે બપોરે 12 વાગ્યે અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પિતાએ રીપોર્ટ દર્જ કરાવ્યો હોવાથી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપી તેની પત્ની અને બે પુત્રીઓ સાથે તેના સાસરે રહેતો હતો.

પોલીસે તપાસ દરમિયાન જ્યારે યુવતીના પરિવારજનો અને પડોશીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, યુવતીને છેલ્લે તેના પિતા સાથે જોવામાં આવી હતી. આ પછી જ્યારે આરોપીની ફરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તે દરેક વખતે અલગ-અલગ નિવેદન આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો રહ્યો. આનાથી તેની શંકા વધુ ઘેરી બની. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની સાથે કડકાઈથી વાત કરી. જે બાદ તેણે આખું રહસ્ય ખોલ્યું.

આરોપી પિતાએ પોલીસને જે કહ્યું તે ચોંકાવનારું હતું. તેણે જણાવ્યું કે મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ તે તેની પુત્રીને લઈને વિંખ્યાઈ પાસેના ડમડોલી જંગલમાં ગયો. ત્યાં તેણે દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું તો તેણે ના પાડવાનું શરૂ કર્યું. તેમજ ઘરે જણાવવાની ધમકી આપવા લાગી હતી. આ અંગે ખબર ન પડે તે માટે તેણે પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પુત્રીના મૃત્યુ બાદ આ નરાધમ પિતાએ તેની પુત્રીની લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી, તેનો મૃતદેહ જંગલમાં છોડીને તે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખવા પહોંચ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.