કોરોના થયો હોય તો શું થઇ ગયુ? દુલ્હને વરરાજા વિના જ કરી લીધા લગ્ન, પછી જુઓ કેવી રીતે નાચ્યા જાનૈયા…

કોરોના થયો હોય તો શું થઇ ગયુ?  દુલ્હને વરરાજા વિના જ કરી લીધા લગ્ન, પછી જુઓ કેવી રીતે નાચ્યા જાનૈયા…

લગ્નનો દિવસ વર અને વધુ માટે ખાસ હોય છે. પરંતુ જો વરરાજા વિના જ લગ્ન થઇ જાય તો, જાણીને નવાઇ લાગે કે આવુ કેવી રીતે શક્ય બને.કે વરરાજા પોતાના લગ્નમાં ગેરહાજર હોય

કોરોના કાળમાં તો ઘણા એવા કપલ હશે કે જેઓના લગ્ન અટકી ગયા. લગ્નની જોરશોરથી તૈયારીઓ કરી દીધી તેવામાં લોકડાઉન આવી ગયું. લોકડાઉન દૂર કર્યુ તો લિમિટેડ માણસો લગ્નમાં નક્કી કરવામાં આવ્યા. પરંતુ લિમિટેડ માણસમાં પણ લગ્ન ત્યારે જ થાય જ્યારે દુલ્હા- દુલ્હન સ્વસ્થ હોય. કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે પરંતુ એવુ નથી કે કોરોના રહ્યો જ નથી. ત્યારે જો તમારા જ લગ્ન હોય અને તમે કોવિડ પોઝિટીવ આવો તો ? સ્વાભાવિક છે કે લગ્ન રોકાઇ જાય . પરંતુ એક એવુ કપલ સામે આવ્યુ કે દુલ્હાને કોરોના થયો હોવા છતાં પણ લગ્ન કર્યા, જાણો કેવી રીતે.

કોરોના હોય તો શું થઇ ગયુ, લગ્ન તો કર્યા જ
દુલ્હેરાજા સેમ ગ્રીનબર્ગ અને તેની પત્ની અમાન્ડા મેશેલના લગ્ન હતા. પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ સેમ ગ્રીન બર્ગ કોરોના પોઝિટીવ આવ્યો. આ સ્થિતિમાં લગ્ન મુલતવી રાખવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. પરંતુ બંનેએ લગ્ન પોસ્ટપોર્ન ન રહે તે માટે નવો જ કિમીયો શોધી નાંખ્યો. તેઓએ એવો આઇડિયા અજમાવ્યો કે તેનો વીડિયો વાયરલ થતા ચોમેર તેની ચર્ચા થઇ રહી છે.

વરરાજાને થઇ ગયો કોરોના

કોરોના પોઝિટીવ દુલ્હે રાજા તો લગ્નમાં આવી શકે નહી. આથી તેમનું કાર્ડ બોર્ડનું આબેહૂબ એક મોટુ સ્ટેચ્યુ બનાવી દેવામાં આવ્યું અને લગ્નની વિધી કરવામાં આવી. જી હા. આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે દુલ્હન તેના કાર્ડબોર્ડ વાળા દુલ્હા સાથે એન્ટ્રી લઇ રહી છે. સેરેમની સ્થળ પર પણ દુલ્હાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યુ છે.

કાર્ડબોર્ડ પર વરરાજા તૈયાર કરાયા

આ વીડિયો જોઇએ છે લાગે ને નવાઇ, દુલ્હેરાજા વિના પણ લગ્ન અટક્યા નહી. રિતરિવાજ મુજબ દુલ્હને હસતા મોઢે ખુશી ખુશી લગ્ન કર્યા. કાર્ડબોર્ડ પર દુલ્હેરાજા બનાવીને લગ્ન કર્યા. એવું પણ માહિતી મળી રહી છે કે આ બંને કપલના લગ્ન અગાઉ ઘણી વાર અટકી ગયા હતા. આથી તેઓ આ વખતે કોઇ પણ સંજોગોમાં લગ્નનો પોસ્ટપોર્ન કરવા માંગતા ન હતા.

કેટલાક લોકોએ કર્યા ટ્રોલ

જ્યાં એક તરફ લોકો આ લગ્નને ફેશનેબલ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોને વર માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તેઓએ લગ્ન મોકૂફ રાખવા જોઈએ, આ દિવસ જેટલો દુલ્હનનો છે તેટલો જ વરનો પણ હોવો જોઈએ. કેટલાક યુઝર્સે કહ્યું કે વર વગર લગ્ન કેવી રીતે થઈ શકે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275