એવું તો શું થયું કે ફાઈવસ્ટાર હોટલમાં કામ કરનાર આ યુવકને રાતોરાત રસ્તા પર ઉભા રહીને ખાવાનું વેચવાના દિવસો આવી ગયા…

કોઈના જીવનમાં ક્યારે શું થઇ જાય તેનું કઈ નક્કી નથી હોતું. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવીશું કે જે સારી એવી નોકરી કરી રહ્યો હતો, પણ તેની સાથે થયું એવું કે આજે તેને રોડ પર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.
આ યુવકનું નામ બલવીર સિંહ છે અને તે પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે.બાલવીર સિંહ ફાઈવ સ્ટાર હોટલ ધ ઓબેરોયમાં કામ કરતા હતા પણ લોકડાઉન લાગતા એક જ જટકામાં વર્ષો જૂની તેમની નોકરી જતી રહી.
તો જયારે તેમને ખબર પડી કે તેમની નોકરી જતી રહી છે, તો તેમનો પરિવાર ખુબજ ચિંતામાં આવી ગયો. લોકડાઉનમાં જેટલી પણ સેવિંગ હતી તે બધી ખર્ચ થઇ ગઈ અને એવા દિવસો આવી ગયા કે તેમને ઉધાર માંગવું પડ્યું.
લોકડાઉન પત્યું એટલે તેમની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ હતી. એક સમયે ફાઈવ સ્ટાર હોટલમાં કામ કરનારાને આજે ભૂખે મરવાના દિવસો આવી ગયા હતા. તો તેમને ખાવાનું બનાવવાનો ખુબજ શોખ હતો માટે તેમને પોતાના એક મિત્ર પાસેથી થોડા ઘણા પૈસા ઉધાર લઈને ઘરેથી જ ખાવાનું વેચવાનું ચાલુ કર્યું.
આજે તે એક પેટ્રોલ પંપની સામે પોતાની સ્કૂટી પર પોતાની દુકાન લગાવે છે.આજે તે રોડ પર ખાવાનું વેચે છે. તેનાથી જે કમાણી થાય છે. તેમાંથી તેમનો પરિવાર ચાલે છે. મિત્ર પાસેથી 15 હજાર રૂપિયા ઉધાર લઈને શરૂ કરેલું કામ આજે ખુબજ સારી રીતે ચાલી રહ્યું છે.
તેમનું માનવું છે કે મેં કયારેય નહતું વિચાર્યું કે મારા જીવનમાં એક દિવસ આવો પણ આવશે કે મારે રસ્તા પર ઉભા રહીને ખાવાનું વેચવું પડશે. ગમે તે થાય જીવનમાં કયારેય હાર નહિ માનવી જોઈએ.