એવું તો શુ થયું કે ગ્રીષ્માને હેરાન કરનાર ફેનિલ રડવા લાગ્યો, આખરે સચ્ચાઈ આવી સામે…

એવું તો શુ થયું કે ગ્રીષ્માને હેરાન કરનાર ફેનિલ રડવા લાગ્યો, આખરે સચ્ચાઈ આવી સામે…

કહેવાય છે કે પ્રેમ એક લાગણી છે અને લાગણીઓ પર કોઈનું દબાણ હોતું નથી બની શકે કે તમને જેના માટે લાગણી હોય એ વ્યક્તિને તમારા માટે પ્રેમની લાગણી ન હોય આમ જોવા જઈએ તો આ સાવ સામાન્ય અને સ્વીકારી લેવા જેવી વાત છે પરંતુ આજના યુગમાં આ વાતને સ્વીકારવાને બદલે એક તરફી પ્રેમમાં લોકો એકબીજાનો જીવ લેતા અને જીવન બરબાદ કરતાં થઈ ગયા છે.

હાલમાં જ સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે એ તો તમે જાણતા જ હશો સુરતના પાસોદ્રા વિસ્તારમાં રહેતા અને કોલેજમાં સાથે અભ્યાસ કરતા ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી.

એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું.

આ કેસમાં જ્યાં એક તરફ લોકો સોશ્યલ મીડિયા પર મૃતક યુવતી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ આરોપીની ધરપકડ બાદ આરોપી ફેનિલ ના વર્તન વિશે અનેક ખુલાસા સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલાં જ આરોપી ફેનિલનો એક ઓડિયો સોશીયલ મીડીયા પર વાયરલ થયો હતો જેમાં તે પોતાના મિત્રને હત્યા કરવા જવાની વાત જણાવી રહ્યો હતો.

જે બાદ હાલમાં આ કેસને લઈને ગ્રીષ્માના મિત્રોએ પણ એક મોટો ખુલાસો કર્યો છે ગ્રીષ્મા અને ફેનિલ વિશે વાત કરતાં તેની બહેનપણીએ જણાવ્યું કે હત્યાના આગળના દિવસે જ ફેનિલે અમરોલી કોલેજમાં તેને ફોન કરીને ગ્રીષ્માને કોલેજ બહાર મળવા લઈ આવવાનું કહ્યું હતું.

જો કે તેની બહેનપણી એ ગ્રીષ્માના ક્લાસ ચાલુ હોવાની કહી વાત ટાળી દીધી હતી જે બાદ ગ્રીષ્માએ પણ તેની માસીને કોલેજ પર બોલાવી લીધા હતા જે બાદ ફેનિલ અને ગ્રીષ્માના માસી વચ્ચે ઝઘડો થયો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.