હત્યાથી લઈને દો’ષિત જાહેર થવા સુધી ક્યારે શું બન્યું? ફેનિલને કોર્ટમાં દો’ષિત જાહેર કરતા જ ‘મૌન’ થઈ ગયો…

હત્યાથી લઈને દો’ષિત જાહેર થવા સુધી ક્યારે શું બન્યું? ફેનિલને કોર્ટમાં દો’ષિત જાહેર કરતા જ ‘મૌન’ થઈ ગયો…

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ફેનિલે હત્યા બાદ પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું. જેથી હોસ્પિટલમાં સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં કઠોર બાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટે અંતિમવાર કંઈ કહેવું હોય તો કહી શકો છો. પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો ન હતો અને જાણે મૌન ધારણ કરી લીધું હતું.

12 ફેબ્રુઆરી- હત્યા
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો.

15 ફેબ્રુઆરી- ધરપકડ
15 ફેબ્રુઆરીના રોજ ફેનિલને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કામરેજ પોલીસ દ્વારા ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.

17 ફેબ્રુઆરી- રિકન્સ્ટ્રક્શન
ફેનિલની ધરપકડ બાદ ત્રણ દિવસના રિમાન્ડમાં ફેનિલને સાથે રાખીને પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપી ફેનિલને સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયો. ત્યારબાદ ગ્રીષ્માના ઘર સામે ઘટનાસ્થળે લઈ જવાયો હતો, જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન હોય એ રીતે રીઢા હત્યારાની જેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ ફરીથી કરી બતાવ્યું હતું.

21 ફેબ્રુઆરી- ચાર્જશીટ
ફેનિલ ગોયાણી વિરુદ્ધ જિલ્લા પોલીસ ધરપકડ થયાના 6 દિવસમાં કોર્ટમાં 2500થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મીટિંગ કરી હતી, જેમાં 190 સાક્ષી, 27 પ્રત્યક્ષદર્શીઓ, 25 પંચનામાં, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, એની ઓડિયો-ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા. ગ્રીષ્માની હત્યા કરવા પહેલાં ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.

23 ફેબ્રુઆરી- કેસ ટ્રાન્સફર
પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી હતી. ગ્રીષ્મા હત્યા કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેનિલ સામે સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ હતી.

25 ફેબ્રુઆરી- ચાર્જફ્રેમ
આરોપી ફેનિલને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનિલને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ફેનિલના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ખેદ જણાયો નહતો. દરમિયાન કોર્ટમાં ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. જોકે, આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું.

28 ફેબ્રુઆરી- ટ્રાયલ શરૂ
ફેનિલે ગુનો કબૂલ ન કરતા કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી. ત્યારબાદ કોર્ટમાં મેડિકલ વિભાગના ડોક્ટરની સર અને ઉલટતપાસ લેવાનું શરૂ કરાઈ હતી. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષના એડવોક્ટ ઝમીર શેખે સર અને ઉલટતપાસ કરી હતી.

6 એપ્રિલ- ટ્રાયલ પૂર્ણ
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલો થઈ હતી.

21 એપ્રિલ- દોષિત જાહેર
16 એપ્રિલના રોજ સુનાવણી હતી. જોકે, ફેનિલના વકીલ કોર્ટમાં હાજર ન રહેતા 21 એપ્રિલ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ફેનિલને દોષિત જાહેર કરી સુનાવણી પૂર્ણ કરી હતી. હવે આવતીકાલે સરકાર અને બચાવ પક્ષની છેલ્લી દલીલો બાદ સંભવતઃ સજા જાહેર થઈ શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.