હનુમાનજીની આઠ સિદ્ધિઓ કઈ કઈ છે? શા માટે તેમને પવનપુત્ર કહેવામાં આવે છે??…

મોટાભાગે લોકો ઈચ્છાની પુરતી માટે ભગવાનની ભક્તિમાં લીન થઇ જાય છે. કેટલાક લોકો ભગવાનને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. દરરોજ કોઈને કોઈ દેવી દેવતાને સંબંધિત હોય છે. મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. તેવામાં જાણીએ કે હનુમાનજીના જીવન સાથે જોડાયેલા કેટલાક ખાસ રહસ્ય અને તેમની આઠ સિદ્ધિઓ વિશે.
હનુમાનજીને માનવામાં આવે છે રુદ્ર અવતાર: શાસ્ત્રોમાં હનુમાનજીને ભગવાન શિવના અગિયારમાં એટલે કે રુદ્ર અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવ અને ઈન્દ્રની પૂજા કર્યા પછી હનુમાનજીને આ અવતાર મળ્યો હતો. આ કારણથી હનુમાનજીને ખૂબ જ તેજસ્વી, ગતિશીલ અને તમામ ગુણોથી ભરેલા માનવામાં આવે છે.
હનુમાનજી સાથે જોડાયેલા રહસ્યઃ રાવણને ખતમ કરવામાં હનુમાનજીની મહત્વની ભૂમિકા હતી. ભગવાન હનુમાનને કેસરી, સુમેરુ પર્વતના વાનર રાજા અને માતા અંજનાના પુત્ર માનવામાં આવે છે.
માતા અંજના ખૂબ જ તેજસ્વી અને પવિત્ર સ્ત્રી હતા. ઉપરાંત તેઓ યોગમાં ખૂબ જ કુશળ હતા. તેમણે યોગ વિદ્યા દ્વારા વાયુની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી જ હનુમાનજીને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે.
હનુમાનજીની આઠ સિદ્ધિ: હનુમાનજીને આઠ સિદ્ધિઓ પ્રાપ્ત હતી. અણિમામાં પોતાનું સ્વરૂપ ઘટાડી શકાય છે. હનુમાનજી પોતાના શરીરને મહિમા સિદ્ધિથી મોટું કરી લેતા હતા. હનુમાનજી લઘીમાથી શરીરને હળવું કરી લેતા હતા. ગરિમા સિદ્ધિ દ્વારા, હનુમાનજી શરીરને જમીન પર જમા કરી શકતા હતા.
પ્રાપ્તિ સિદ્ધિના કારણે હનુમાનજી ત્રણેય કાળમાં દર્શન કરી લેતા હતા. પ્રાકામ્ય સિદ્ધિથી હનુમાનજીને સમાધિની સ્થિતિમાં રહેવાની ક્ષમતા હતી. હનુમાનજી વશિત્વ સિદ્ધિથી લોકોને પ્રભાવિત કરી લેતા હતા.
ઇશિત્વ દ્વારા મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાય છે.