રસ્તા પર ચાલતા અથડાતા બોલાચાલી થઇ, પછી બગીચામાં પીછો કર્યો, આસપાસ કોઈ ન દેખાતા જ કર્યું એવું કે સૌના હોંશ ઉડી ગયા…

રસ્તા પર ચાલતા અથડાતા બોલાચાલી થઇ, પછી બગીચામાં પીછો કર્યો, આસપાસ કોઈ ન દેખાતા જ કર્યું એવું કે સૌના હોંશ ઉડી ગયા…

રાજ્યમાં હાલની સ્થિતિ એવી કથળી રહી છે જેના કારણે લોકોએ હવે ડરીને જીવવું પડી રહ્યો છે, જે રાજ્યમાં સતત ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જે રાજ્યમાં લૂંટફાટ, ચોરી અને છેતરપિંડીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો ચિતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ માંથી એકી એવો બનાવ સામે આવ્યો હતો જેમાં એક અજણયા શખ્સની 6 માર્ચ 2022ના રોજ સવારમાં લાશ બગીચામાંથી મળી આવી હતી જેને પાંદડાથી ઢાંકી દેવામાં આવી હતી. ત્યારબાદ આ લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ વાતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ લાશ અર્ધ સળગેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે આ મામલે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ IPCની કલમ 302 ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ તપાસમાં લાશ રાજસ્થાનનાં વ્યક્તિ રગારામ રાવતજી બાવરીની હોવાનું સામે આવ્યું હતું.

આ રગારામ રાવતજી બાવરીના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં આ બગીચામાં આરોપી ક્યારે ગયો હતો અને તેની સાથે સાથે અન્ય કોણ હતું તે તમામ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે CCTV ફૂટેજ ને તપાસ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ પણ એ પણ પ્રવેશ કર્યો હતો. જો કે આ તપાસ માં શંકાસ્પદ વ્યક્તિ છેક સવાર સુધી બહાર ન નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની કડક પૂછતાછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. જો કે આ આરોપીએ લાશ પર બગીચામાં પડેલ પાંદડાં નાખીને તેને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

જો કે પોલીસે આરોપીને હત્યાનું કારણ પૂછતાં તેને જણાવ્યું હતું કે અમે બંને થોડા સમય પહેલા એકબીજાને અથડાયા હતા. અને આ દરમિયાન અમારા બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી અને આમને સામને ગાળા ગાળી પણ થઈ ગઈ હતી. જેને લઈને આરોપી વિષ્ણુને તેના પર ગુસ્સો આવતા તેને તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આ વ્યકતિ બગીચામાં ગયો ત્યારે આ આરોપી પણ તેની પાછળ પાછળ ગયો અને ત્યાં આસપાસ કોઈ ન દેખાતા તેને પાછળથી આ વ્યક્તિને માથાના ભાગે પથ્થર મારીને હત્યા કરી દીધી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.