જૂનાગઢના ભૂવાએ યુવતી પર 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, પછી ગાડીમાંથી ફેંકી દીધી

જૂનાગઢના ભૂવાએ યુવતી પર 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, પછી ગાડીમાંથી ફેંકી દીધી

ભૂવાએ લીધો યુવતીના ભોળપણનો લાભ, જૂનાગઢની યુવતીએ રાજકોટમાં પીધી દવા, ગર્ભ રાખ્યો,દવા આપી ભૂવો અન્યત્ર જતો રહ્યો.

જૂનાગઢની એક યુવતી ભૂવાના પરિચયમાં આવતા જ ભૂવાએ નજર બગાડી અને સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યા બાદ મને તરછોડી,અમદાવાદ ચાલ્યો ગયો છે. મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી. આ શબ્દો છે જૂનાગઢની એ યુવતીના જે રાજકોટમાં ઝેરી દવા પી ને મહિલા પોલીસ મથકે પહોચી હતી અને પોલીસ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. યુવતીએ ઝેરી દવા ગટગટાવ્યા પહેલા એક સુસાઈડ નોટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરતા સૂરજ ભૂવાજીએ ગર્ભ રાખી દીધો હોવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીડિતાએ સોશિયલ મીડિયામાં સ્યુસાઈડ નોટ લખતા ઉમેર્યું કે આશરે દસે’ક મહિના પહેલા સૂરજ લાખા સોલંકી પાસે કેટલાક અંગત પ્રશ્નો અને મૂંઝવણને લઈને જોવરાવવા ગઈ હતી. આવખતે જ મારે સુરજ સાથે પરિચય થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો. આ ખબર પડતા જ મને દવા આપી દીધી. અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે.

ravi vaghani

Leave a Reply

Your email address will not be published.