વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું- કદાચ તમે મને છેલ્લી વખત જીવતા જોઈ રહ્યા છો…

રશિયા સતત યુક્રેન પર ઘાતક હુમલા કરી રહ્યું છે. યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલાઓ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની ભાવુક અપીલે બધાને ચોંકાવી દીધા છે. તેમણે આ અપીલ અમેરિકાને કરી છે. આવો તો આ આર્ટિકલમાં જણીએ કે આખરે વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકાને શું અપીલ કરી છે.
યૂક્રેન માટે જીવ હાથમાં લઇને લડી રહેલા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકા પાસે વધુ લડાકુ વિમાન મોકલવાની અપીલ કરી છે. સાથે રશિયા પાસે તેલ આયાતમાં ઘટાડો કરવા કહ્યું છે. વોલોદિમિર ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકી સાંસદો સાથે લાંબી વાતચીત કરી. તેમણે વીડિયો કૉલમાં કહ્યું કે સંભવ છે કે તેઓ (અમેરિકી સાંસદ) તેમને છેલ્લી વખત જીવિત જોઈ રહ્યા હોવ. વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભાર આપીને કહ્યું કે યુક્રેને પોતાની હવાઈ સીમાની સુરક્ષા કરવી ખૂબ જ આવશ્યક છે.
એ અથવા તો ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) દ્વારા નો ફ્લાઇ ઝોન લાગૂ કરવાથી કે વધારે લડાકુ વિમાન મોકલવાથી જ સંભવ થઈ શકશે. વોલોદિમિર ઝેલેન્સ્કી ઘણા દિવસોથી નો ફ્લાઇ ઝોન જાહેર કરવાની માગણી કરતા આવી રહ્યા છે તો વોલોદિમિર ઝેલેન્સ્કીની આ અપીલને NATO ફગાવી રહ્યું છે. NATOનું માનવું છે કે આ પગલું રશિયા સાથે યુદ્ધમાં આગમાં ઘી હોમવાનું કામ કરશે. વોલોદિમિર ઝેલેન્સ્કીએ લગભગ એક કલાક સુધી અમેરિકાના 300 સાંસદો અને તેમના સ્ટાફ સાથે વાત કરી.
આ વાતચીત એવા સમયે થઈ જ્યારે યુક્રેનના શહેરો પર રશિયન બોમ્બ વર્ષા ચાલી રહી છે અને ઘણા શહેરોને તેમણે ઘેરી લીધા છે જ્યારે 14 લાખ યુક્રેનીયનોએ પાડોશી દેશોમાં શરણ લીધું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી આ સમયે રાજધાની કીવમાં જ ઉપસ્થિત છે અને સેનાની કમાન સંભાળી રહ્યા છે. કીવની ઉત્તરમાં રશિયન સેનાની બખ્તરબંદ ટુકડીઓ ડેરો જમાવીને બેઠી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અન્ય દેશો ને નો ફ્લાઇ ઝોન જાહેર કરવા પર ભાર આપી રહ્યા છે. એક નો ફ્લાઇ ઝોન જાહેર કરવાથી વિદેશી સેનાઓને સામેલ કરવાનું સંઘર્ષ વધવાનું જોખમ રહેશે.
અમેરિકા અને કેટલાક પશ્ચિમી દેશોએ હથિયારોના પુરવઠા સાથે યુક્રેનનું સમર્થન કર્યું છે પરંતુ તેમણે સૈનિક મોકલ્યા નથી. વોલોદિમિર ઝેલેન્સ્કીએ રવિવારે એક વીડિયો સંદેશામાં કહ્યું કે દુનિયા અમારા હવાઈ ક્ષેત્રને બંધ કરવા બાબતે ખૂબ મજબૂત છે. NATO દેશોએ નો ફ્લાઇ ઝોન બનાવવાની ના પાડી દીધી છે. જો નો ફ્લાઇ ઝોન જાહેર કરવામાં આવતું તો તે આ બધા અનાધિકૃત વિમાનોને યુક્રેન ઉપર ઉડાણ ભરતા રોકી શકાતા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શનિવારે કહ્યું કે મોસ્કો યુક્રેન પર કોઈ ત્રીજા પક્ષ દ્વારા નો ફ્લાઇ ઝોન બનાવવાની જાહેરાતને ‘સશસ્ત્ર સંઘર્ષમાં ભાગીદારી’ માનશે.