પુતિન અમારે છેટે છેટે સગા થાય…પુતિનને ફેક્સ કરનાર શાંતિલાલ રાજકોટમાંથી મળ્યા

પુતિન અમારે છેટે છેટે સગા થાય…પુતિનને ફેક્સ કરનાર શાંતિલાલ રાજકોટમાંથી મળ્યા

યુદ્ધ હોય કે લોકડાઉન ગુજરાતની પ્રજા કાયમ મોજમાં રહેતી પ્રજા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો ગમે એવી સ્થિતિ વચ્ચે મનોરંજન શોધી કાઢે છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે થોડા દિવસ અગાઉ રાજકોટના રણછોડનગરમાં રહેતા શાંતિલાલ અને મિત્ર નારણભાઈ વચ્ચે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેના કારણે આખા ગુજરાતની પ્રજા પેટ પકડીને હસી હતી.

યુદ્ધની સ્થિતિ વચ્ચે હાસ્યના આ સર્જક શાંતિલાલ આખરે રાજકોટથી મળી આવ્યા છે. દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં શાંતિલાલે જણાવ્યું હતું કે,યુદ્ધ ચાલું થતા મને એક વિચાર આવ્યો કે, ચાલો આમાં કંઈક રમૂજ કરીએ. પુતિન અમારે છેટે છેટે સગા થાય…મારૂ નામ શાંતિલાલ અગ્રાવત છે. મને અને સમાજને આ ઓડિયો ક્લિપમાં આનંદ આવ્યો છે. હું કોઈનું હિત જોખમાય એવું હું કંઈ બોલ્યો નથી. છતાં પુતિનનો ફોન આવ્યો કે, મારા લશ્કરના હાથ પગ ભાંગ્યા છે. કોઈ સારો ડોક્ટર હોય તો કહો શાંતિલાલ…એટલે મેં કહ્યું વિદ્યાનગર મેઇન રોડ પર ડો.ચૌહાણનું કામ બહુ સારૂ છે.

નારણભાઇ ઉર્ફે મોંઘાભાઇ અભરામભાઈ ટીલાવત વાંકાનેરના ટોડા ગામના છે, મેં એને અમસ્તો જ ફોન કર્યો હતો. પુતિન અમારે છેટે છેટે સગા થાય છે. હું સમાજસેવા અને એક્સિડેન્ટ ક્લેઇમનું કામ કરૂ છું. મારૂ મૂળ ગામ કસ્તુરબા ત્રંબા છે.જોકે, આ રમૂજના કારણે આખા રાજ્યના લોકો પેટ પકડીને હસ્યા છે. શાંતિલાલે ઉમેર્યું હતું કે, એક રાત્રે હું જ્યારે સૂતો હતો ત્યારે વિચાર આવ્યો હતો કે, પુતિને બે માણસને મારી નાંખ્યા તો હવે એને કોણ સમજાવે? એટલે મેં નારણભાઈ સાથે રમૂજ કરવા વાતચીત કરી પછી આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ.

આ ઓડિયો અત્યાર સુધીમાં આશરે 2.82 લાખ લોકોએ સાંભળ્યા છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય દેશમાં પણ આ ઓડિયો ક્લિપ પહોંચી ગઈ છે. ગુજરાતમાં તો રીતસર ટ્રેન્ડી બની ગઈ છે. મને તો ખબર જ ન હતી કે, આ ઓડિયો ક્લિપ આટલી બધી ચાલશે.

ઓડિયો ક્લિપની કેટલીક વાત

શાંતિલાલઃ સીતારામ નારણભાઇ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુક્રેન પર પુતિનની મિસાઇલો ત્રાટકે છે.

નારણભાઈઃ આપણે તો અહીં કંઇ વાંધો નહીં આવે ને?

શાંતિલાલઃ યુદ્ધથી આપણે અહીં મોઘવારી ફાટી નીકળશે, પેટ્રોલના 500 રૂપિયા અને તેલના ડબ્બાના 5 હજાર રૂપિયા થઇ જશે.

નારણભાઇઃ 5 હજારનો એમ…

શાંતિલાલઃ હા, આજે 24/2/1956નો જન્મદિવસ છે મારો પાછો, મેં રશિયા પુતિનને ફેક્સ કર્યો કે આજનો દિવસ યુદ્ધ અટકાવી દો, તો મારો બેટો મારી ઉપર ખારો થયો. મોદીને એક ઝાટકે કહી દીધું છે કે, ખબરદાર જો અમારી સામે આંગળી ચીંધી તો મને પણ ઠપકો દીધો કે શાંતિલાલ રહેવા દે હમણા, અમારી જમીન યુક્રેને વધારે પચાવી પાડી છે. કોઈની તાકાત નથી, મારી જમીન પાછી દે નહીંતર હું લાશોનો ઢગલાને ઢગલા કરી દઈશ દુનિયામાં. એટલે પુતિન મારું પણ ન માન્યો નારણભાઈ ફેક્સ કર્યો તોય. નહીંતર અમારો વાળંદ જ છે ને. પુતિન અને છેટે છેટે સગા પણ છે. આ તો આપણે બહાર ન પડાય બાકી દુનિયા આપણને ઠપકો આપે.

નારણભાઇઃ ક્યાં છો તમે

શાંતિલાલઃ હું રણછોડનગરમાં છું, શિવરાત્રિના મેળામાં 30 મણ લાસા લાડવાનો ઓર્ડર દઇ દીધો છે, બોલો નવીનમાં નારણભાઇઃ નવીનમાં કંઇ નહીં, આવજો ટાઇમ મળે તો…

GujaratPress

Leave a Reply

Your email address will not be published.