વિજય સુવાળાએ આપમાં ગોબો પડ્યો ,ઝાડુ છોડીને ભાજપમાં જોરદાર લીધી એન્ટ્રી…

કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. PMની વિચારધારાથી આકર્ષિત થઈ ભાજપમાં જોડાયો – સુવાળા, ભાજપે મારી અનેક રજૂઆતના કામ પુરાં કર્યા – સુવાળા. લોકગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા છે. જેમાં કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તથા વિજય સુવાળાએ જણાવ્યું છે કે PMની વિચારધારાથી આકર્ષિત થઈ ભાજપમાં જોડાયો છુ અને ભાજપે મારી અનેક રજૂઆતના કામ પુરા કર્યા છે.
આમ આદમી પાર્ટીને હજુ ઘણો સંઘર્ષ કરવાનો બાકી: વિજય સુવાળાએ સંદેશ ન્યૂઝ પર મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના વિજય સુવાળા હવે ભાજપનો ખેસ પહેરશે. તે પહેલા સંદેશ ન્યૂઝને વિશેષ માહિતી આપતા જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીને હજુ ઘણો સંઘર્ષ કરવાનો બાકી છે.
ભાજપ સરકારે મારી અનેક રજૂઆતોના કામ પૂરા કર્યા: વધુમાં તેમણે જણાવ્યું છે કે કમલમ ખાતે ભરતી કૌભાંડ મુદ્દે વિરોધ કરવાની પ્રદેશ નેતાઓની સુચના હતી. આપે કરેલો વિરોધ એ લોકો માટે કરેલો વિરોધ હતો. તથા નરેન્દ્ર મોદીની વિચારધારાથી આકર્ષિત થઈને ભાજપમાં જોડાયો છું. ભાજપ સરકારે મારી અનેક રજૂઆતોના કામ પૂરા કર્યા છે.
ઈસુદાનના મનામણા છતાં વિજય સુવાળા નિર્ણય પર અડગ: ઉલ્લેખનિય છે કે પૂર્વ આપ નેતા 7 મહિનામાં જ આપ છોડી ભાજપમાં જોડાશે. તથા તેઓ સમર્થકો સાથે કમલમ પહોંચ્યા છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણય અડગ રહ્યાં છે. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજર રહેતા ન હતા.