ડાકોરમાં દર્શનાર્થીઓ પગપાળા જતા હોવાથી મુખ્ય માર્ગ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ…

ડાકોરમાં દર્શનાર્થીઓ પગપાળા જતા હોવાથી મુખ્ય માર્ગ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ…

ડાકોરમાં ફાગણસુદ પુનમનો મેળો ભરાવાનો હોવાથી સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ સંઘો સાથે પગપાળા જતા હોય છે, કોરોના કાળ પછી આ વખતે ડાકોરનો માર્ગ જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠશે, જેથી ડાકોરના માર્ગ ઉપર દર્શનાર્થીઓની અવર-જવરના કારણે અકસ્માતો અને જાનહાની થવાની સંભાવના સંવાઇ રહી છે, જેને લઇને ડાકોરના મુખ્ય માર્ગ ઉપર આવતા-જતા વાહનો ઉપર તા.૧૪થી ૧૮ માર્ચ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હાથીજણ સર્કલથી હિરાપુર ચોકડી, જશોદાનગરથી હાથીજણ સર્કલ સુધી તા.૧૮ સુધી વાહનોની અવર- જવર પર પ્રતિબંધ

ગુજરાતમાં કોરાનાની મહામારીના કારણે તમામ ધાર્મિક સ્થળો બંધ હતા ત્યારે બે વર્ષ બાદ આ વખતે તમામ મંદિરો ખુલ્યા છે, જેથી મંદિરોમાં તહેવારના કારણે ભક્તોેની ભારે ભીડ ઉમટી રહી છે. ડાકોરમાં ફાગણસુદ પુનમે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યાં પગપાળા સંઘો ડાકોર જતા હોય છે, જેને લઇને આ વખતે ડાકોરનો માર્ગ જય રણછોડ માખણ ચોર, ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના નારાથી ગુંજી ઉઠશે.

ફાગણસુદ પુનમના મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમદાવાદથી હાથીજણ સર્કલ થઇને હીરાપુર ચોકડી તરફથી ડાકોર પગપાળા જતા હોય છે. ડાકોર જતા દર્શનાથીઓની વાહનોની અવર-જવરને કારણે અકસ્માતો અને જાનહાની થવાનો સંભવ રહે છે. જેથી તા. ૧૪થી ૧૮ માર્ચ સુધી હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી થઇ ડાકોર જતા વાહનો અવર જવર અને જશોદનગર ચાર રસ્તાથી હાથીજણ સર્કલ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર ઉપર અમદાવાદ શહેર પોલીસ કમિશર સંજય શ્રી વાસ્તવે પ્રતિબંધ ફરમાવ્યો છે.

જો કે વાહન ચાલકો અમદાવાદ હાથીજણ સર્કલથી તમામ વાહન વ્યવહાર રિંગ રોડ બન્ને તરફડાયવર્ટ થઇ એક્સપ્રેસ હાઇવે તથા અસલાલી રિંગ રોડ તરફ આવ-જા કરી શકશે અને જશોદાનગરથી તમામ વાહનો એક્સપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ આવ-જા કરી શકશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275