વડોદરા તૃષા હત્યા કેસ, કલ્પેશ છેલ્લા 1 મહિનાથી હ’ત્યાનો પ્લાન બનાવતો હતો, બ્લેકમેલ કર્યાં બાદ મળવા આવેલી તૃષા પર દોઢ કિલોનું પાળિયુ લઇને…

વડોદરા તૃષા હત્યા કેસમાં આરોપી કલ્પેશ ત્રણ દિવસના રિમાન્ડ પર છે, ત્યારે હવે નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. જેમાં તૃષા સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાનું જાણવા મળતાં કલ્પેશ ગુસ્સામાં હતો. જેથી 1 મહિના પહેલાંથી જ હત્યાનો પ્લાન બનાવતો હતો, જેના માટે તૃષાને અવાર-નવાર મળવા કલ્પેશ બોલાવતો હતો. જોકે યુવતી મળવા માગતી ન હતી. આખરે મંગળવારે તૃષા મળવા રાજી થતાં હત્યાના પૂર્વયોજિત ઇરાદા સાથે તેની દુકાનમાં પડેલું પાળિયું લઈ પહોંચ્યો હતો અને હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત કલ્પેશે વેલેન્ટાઇન ડેના આગલા દિવસે ડોલોની 30 ગોળી ખાઈ તૃષા પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
કલ્પેશે ડોલોની 30 ગોળી ખાઈ લીધી હતી
મંગળવારે સાંજે મુજાર ગામની સીમમાં કલ્પેશ જયંતીભાઈ ઠાકોર (ઉ.વ.23, પંચશીલ નગર, માણેજા)એ પાળિયાથી તૃષા સોલંકી (ઉ.વ.19)ની 10 જેટલા ઘા મારી હત્યા કરી હતી. જેમાં મકરપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે મૃતક યુવતીના સગા-સંબંધી, મિત્ર સર્કલ તેમજ આરોપીના રહેણાંક સ્થળના આસપાસ વ્યક્તિ સહિત 20થી વધુનાં નિવેદન લીધાં છે. ઉપરાંત કોર્ટમાં સાગર દિનેશભાઈ મકવાણા (ગોધરા), દક્ષેશ યોગેશભાઈ પાટણવાડિયા (માણેજા) અને ક્રિષ્ણા પ્રેમેન્દ્રસિંહ શેખાવતનાં 164 મુજબનાં નિવેદન નોંધ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આરોપીએ તૃષા પણ દબાણ નાખવા વેલેન્ટાઇન ડેના આગલા દિવસે ઘરે ડોલોની 30 ગોળી ખાઈ લેતાં તેને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
સહ આરોપીની સંડોવણી છે કે નહીં તેની તપાસ થશે
કોર્ટમાં રિમાન્ડ મેળવતી વખતે પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવાનું હોવાનું, આરોપીની કોલ્સ ડિટેઈલ આધારીત તપાસ કરવાની હોવાથી, ગુનામાં સહ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ વધુ પુરાવા એકત્રીત કરવાના હોવાનું જણાવ્યું હતું. આરોપી યુવતીનું મોત નિપજાવી મૃતકનું ટુ-વ્હીલર હાઈવે પર મૂકી નાસી ગયો હતો. મોપેડની ચાવી આરોપી પાસેથી રિકવર કરવાની બાકી છે. પોલીસે કોર્ટમાં આ તમામ મુદ્દાઓને આધારે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
એક તરફી પ્રેમમાં પાગલ કલ્પેશ ઠાકોરે તૃષા સોલંકીની હત્યા કરી
એક તરફી પ્રેમમાં પાગલ કલ્પેશ ઠાકોરે બીજા યુવકને પ્રેમ કરતી તૃષા સોલંકી પર દોઢ કિલોના પાળિયાથી 10 ઘા મારીને તેનો હાથ પણ કાપી નાંખ્યો હતો. તૃષાના લોહીથી નિતરતા પાળિયાને તેની જ ઓઢણીથી સાફ કર્યું હતું. કલ્પેશની ધરપકડ બાદ તેના બ્લડ ટેસ્ટ માટે ગુરુવારે તેને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ઈન્જેક્શનથી લોહી લેવાતાં પોતાનું લોહી જોતાં જ કલ્પેશને ચક્કર આવી ગયા હતાં. પોલીસની પૂછપરછમાં કલ્પેશ ભાંગી પડ્યો હતો અને પોપટની માફક બોલવા માંડ્યો હતો.
કલ્પેશ 1 મહિના પહેલાંથી જ હત્યાનો પ્લાન બનાવતો હતો
કલ્પેશે પોલીસને જણાવ્યું કે, જ્યારથી તૃષા ગોધરાથી વડોદરા પોલીસ ભરતીની તૈયારી કરવા આવી હતી, ત્યારથી તે સોશિયલ મીડિયાથી તૃષા સાથે વાત કરતો હતો. જેમાં તૃષા સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાનું જાણવા મળતાં કલ્પેશ ગુસ્સામાં હતો. 1 મહિના પહેલાંથી જ હત્યાનો પ્લાન બનાવતો હતો, જેના માટે તૃષાને અવાર-નવાર મળવા કલ્પેશ બોલાવતો હતો. જોકે યુવતી મળવા માગતી ન હતી. આખરે મંગળવારે તૃષા મળવા રાજી થતાં હત્યાના પૂર્વયોજિત ઇરાદા સાથે તેની દુકાનમાં પડેલું પાળિયું લઈ પહોંચ્યો હતો અને હત્યા કરી દીધી હતી.
હત્યા કર્યા બાદ કલ્પેશ સોફા પર આરામ ફરમાવતો હતો
હત્યાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે અડધી રાત સુધી તૃષાના 12થી વધુ મિત્રો અને સંબંધીની પૂછપરછ બાદ કલ્પેશને તેના ઘરેથી પકડ્યો હતો. હત્યા કરી કલ્પેશ પોતાના બાઈક પર બેસી ઘરે ગયો હતો અને બાથરૂમમાં જઈ લોહીવાળા કપડાં કાઢીને નાહી સોફા પર આરામ ફરમાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.
તૃષાના મોબાઇલની તમામ માહિતી ડિલીટ કરી દીધી
ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.એ.જાડેજાએ જણાવ્યું કે, આરોપી પાસેથી યુવતીનો મોબાઈલ કબજે કર્યો છે. તેના ફોનના મેસેજ સહિતની માહિતી આરોપીએ ડિલીટ કરી છે. જેથી આરોપી સામે પુરાવાનો નાશ કરવા બદલ આઈપીસીની કલમ 201નો ઉમેરો કરાયો છે. આરોપીની દુકાનમાંથી હત્યામાં વપરાયેલા પાળિયું અને લોહીવાળાં કપડાં પણ પોલીસે કબજે લીધાં છે.