ગુજરાતમાં 12 થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોનું રસીકરણનો આજથી પ્રારંભ…

ગુજરાતમાં 12 થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોનું રસીકરણનો આજથી પ્રારંભ…

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો. જે અંતર્ગત 12થી 14 વર્ષની વયના 22.63 લાખ જેટલા બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.

રાજિયના 12થી 14 વર્ષની વયના બાળકોને કોરોના રસીથી સુરક્ષિત કરવાનાં રાજ્ય વ્યાપી અભિયાનનો મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી આજરોજ પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. જેને 2થી 8ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે. તદ્દઅનુસાર વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યમાં આ કામગીરી આશરે 2 હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500 થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા.

મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં તા.16 જાન્યુઆરી-2021થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. તબ્બકાવાર વય જૂથ પ્રમાણે સૌને રસીકરણથી આવરી લઈ કોરોના સામે રક્ષણ આપવાનું મહા અભિયાન દેશમાં તેમના નેતૃત્વમાં સફળતા પૂર્વક આગળ વધ્યું છે.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ હવે આજે તા.16મી માર્ચથી 60 વર્ષથી વધુ વયના તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ છે.આ વયજૂથમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 મહિના, 39 અઠવાડિયા બાદ જ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. એટલું જ નહિ બન્ને ડોઝ જે વેક્સિનના લીધા હોય તે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275