રશિયાના હુમલાથી યુક્રેનમાં MBBS કરવા પહોંચેલ યુવતીની ખુલી ગઈ પોલ

રશિયાના હુમલાથી યુક્રેનમાં MBBS કરવા પહોંચેલ યુવતીની ખુલી ગઈ પોલ
  • યુક્રેન હુમલામાં ફસાઈ યુપીની વિદ્યાર્થીની
  • વિડીયો વાયરલ થતા સામે ગ્રામ પ્રધાન હોવાની વાત
  • જિલ્લા વહીવટી તંત્રે આપ્યા ખાતાકીય તપાસના આદેશ

રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલ એક એવી વિદ્યાર્થીનીનો વિડીયો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાની પ્રધાન છે. વિદ્યાર્થીની યુક્રેનમાં રહીને MBBSનો અભ્યાસ કરી રહી છે. વિડીયો સામે આવ્યા બાદ હરદોઇ વહીવટી તંત્રએ ખાતાકીય તપાસના આદેશો આપી દીધા છે અને સાથે જ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે ગ્રામ પ્રધાન હોવા છતાં આ વિદ્યાર્થીની કેવી રીતે વિદેશ ચાલી ગઈ.

વાસ્તવમાં, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં યુક્રેનમાં ફસાયેલ એક વિદ્યાર્થીની ઇન્ડિયન એમ્બેસી પાસે મદદ માંગી રહી છે. બાદમાં ખ્યાલ આવ્યો કે તે ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લાની છે અને હાલની પ્રધાન છે. યુક્રેનમાં રહીને MBBSનો અભ્યાસ કરી રહી છે. તેનું નામ વૈશાલી છે.

વૈશાલી પંચાયત ચૂંટણી વખતે ગામ આવી હતી અને ગ્રામ પ્રધાન ચૂંટણી લડીને જીતી પણ ગઈ હતી. તેના પિતા પૂર્વ બ્લોક પ્રમુખ મહેન્દ્ર યાદવ છે જે સમાજવાદી પાર્ટીના નેતા પણ છે. હરદોઇ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ મીર અગ્રવાલે કહ્યું છે કે વૈશાલી જિલ્લાના સાંડી બ્લોકથી તેરાપુરસેલીં ગામની પ્રધાન છે, આ ચૂંટણીમાં પ્રધાન ચૂંટવામાં આવી હતી અને તેના પિતા બધો કાર્યભાર સંભાળે છે.

હરદોઇના સીડીઓ આકાંક્ષા રાણાના જણાવ્યા અનુસાર વૈશાલી નામની વિદ્યાર્થીની MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગઈ છે જે હરદોઇની રહેવાસી અને તેરાપુરસેલીં ગામની પ્રધાન છે. વૈશાલી ગત વર્ષે ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણી સમયે ગામ આવી હતી. તે યુક્રેનના ખાર્કિવમાં એક યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે.

હરદોઇના સીડીઓ આકાંક્ષા રાણાએ કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આકારે ગામ પ્રધાન હોવા છતાં તે યુક્રેન કેવી રીતે ગઈ અને તેના ખાતાઓનું સંચાલન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે અને કોણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ પ્રધાનના ખાતાને સીઝ કરી દેવામાં આવ્યા છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published.