ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પરિણામ, 45 વર્ષનો રેકોર્ડ તૂટયો, યુપીમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ, યોગી-મોદીની જોડીએ કર્યો કમાલ…

ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પરિણામ, 45 વર્ષનો રેકોર્ડ તૂટયો, યુપીમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ, યોગી-મોદીની જોડીએ કર્યો કમાલ…

ઉત્તરપ્રદેશનાં ચૂંટણી પરિણામો આવી રહ્યા છે. ફરી એક વખત યોગી સરકાર સત્તા પર આવશે એ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે BJP એ 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપે તમામ જૂનાં રેકોર્ડબ્રેક કરી દીધા છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 45 વર્ષમાં ભાજપને સૌથી વધુ મત, 45 ટકા જનમત સાથે ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે.

હવે ઘણુંખરું સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ યોગી સરકાર જ ઉત્તરપ્રદેશમાં ફરી આવશે. કારણ કે ભાજપ 250 કરતાં વધુ સીટો પર બહુમતી મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.

5 રાજ્યોના ચૂંટણી પરિણામ : LIVE RESULTS

વારાણસી દક્ષિણ બેઠક પરથી મંત્રી પાછળ:

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી નીલકંઠ તિવારી તેમની દક્ષિણ વારાણસી સીટ પર પાછળ ચાલી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીના કામેશ્વર દીક્ષિત આગળ છે.

યુપીમાં ભાજપ આગળ:

ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. વલણમાં બીજેપી 250 ને પાર કરી ગઈ છે જ્યારે સપાની સાઈકલ હજુ પણ 90ના આંકડાથી પાછળ છે. જો પરિણામોમાં આ વલણો બદલાય છે તો યુપીમાં પ્રથમ વખત એવું બનશે કે કોઈ પાર્ટી સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે આવશે.

મત ગણતરી સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાઃ ચીફ ઇલેક્શન ઓફિસર:

ચીફ ઇલેક્શન ઓફિસર સુશિલ ચંદ્રાએ કહ્યું કે, મત ગણતરી સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયા છે. મત ગણતરી માટે SOP નક્કી હોય છે. રાજકીય પક્ષોના ઓથોરાઇઝ એજન્ટો કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. એક દેશ એક ચૂંટણી માટે ચૂંટણીપંચ તૈયાર છે.

ભાજપ શાસિત રાજ્યોમાં ફરી બનશે સરકારઃ શાઝિયા ઈલ્મી:
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે ભાજપ નેતા શાઝિયા ઈલ્મીએ ભાજપની જીતને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સાશિત રાજ્યોમાં ફરી સરકાર બનશે. સાથે તેમણે અખિલેશ યાદવને આડે હાથ લેતા કહ્યું કે, જે પ્રકારે અખિલેશ EVM પર આક્ષેપ કરી રહ્યા છે, તે તેમની હાર છે. દરેક એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીત દર્શાવવામાં આવી છે. આગળ તેમણે કહ્યું કે, ભાજપ દરેક ધર્મના લોકોને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. દરેક ધર્મના લોકોએ ભાજપને વોટ આપ્યો છે. આજે ભાજપની નહીં પણ, દેશના દરેક ગરીબ લોકોની જીત થવાની છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.