“તારે મને તારો પતિ જ સમજવો…” ભાડાના મકાનમાં પત્ની તરીકે રાખીને, યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ, લગ્નની વાત આવી ત્યારે…

“તારે મને તારો પતિ જ સમજવો…” ભાડાના મકાનમાં પત્ની તરીકે રાખીને, યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ, લગ્નની વાત આવી ત્યારે…

ગુજરાત રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત છે આ વાત કેટલીક ઘટનાઓના કારણે ખોટી સાબિત થઇ રહી છે. અહીં મેટ્રોસિટી ગણાતા શહેરોમાં મહિલાઓ પર થતા અત્યાચાર ની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં પણ મહિલાઓનું શારીરિક શોષણ કરવું તે તો સામાન્ય બાબત બની ગઈ છે. આવી જ એક ઘટના મામલે સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ ઘટનામાં નવાગામ ખાતે રહેતી પરિણીતાને લગ્ન કરવાનો ભરોસો આપી વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેનું શોષણ કર્યું પછી જ્યારે મહિલાએ યુવકને લગ્ન કરવાનું કહ્યું તો તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. આ મહિલા એક સંતાનની માતા પણ હતી જ્યારે તેણે લગ્ન માટે દબાણ કર્યું યુવકે તેના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી.

સુરત શહેર ગુનાખોરીનું કેન્દ્ર બની ગયું હોય તેમ રોજેરોજ આવી ઘટનાઓ નોંધાતી રહે છે. ખાસ કરીને શારીરિક શોષણની ફરિયાદો અહીં રોજ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેવામાં વધુ એક ફરિયાદ નોંધાતાં શહેરમાં ચકચાર જાગી છે. આ ઘટનાની વિગત અનુસાર નવાગામ ખાતે સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પ્રકાશ અશોક આહીર નામના યુવકને નજીકમાં જ રહેતી એક બાળકની માતા એવી મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો.

યુવકે ધીરે ધીરે મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે સંબંધ બનાવવાની શરૂઆત કરી. યુવકે મહિલાને ભાડાના મકાનમાં રાખી અને કહ્યું કે મને તારો પતિ જ સમજજે. યુવક ખરેખર તેની સાથે લગ્ન કરવાનો હોય તે રીતે જ તેની સાથે રહેવા લાગ્યો અને બાળકને પણ સંભાળવા લાગ્યો. મહિલાને પણ તેના પર વિશ્વાસ આવ્યો અને તેની સાથે તે શારીરિક સંબંધો બનાવતી.

દર વખતે લગ્નની વાત કરીને તે અવારનવાર સંબંધ બાંધતો. ત્યાર પછી જ્યારે મહિલા તેને લગ્નનું દબાણ કરવા લાગી તો યુવાને તેને કહી દીધું કે તે બીજી યુવતી સાથે લગ્ન કરવાનો છે પરંતુ તેને પણ તેની સાથે જ રાખશે અને પ્રેમ કરશે. મહિલાને આબાદ સ્વીકાર્ય નથી અને તેણે યુવકને પોતાની સાથે લગ્નનું દબાણ કર્યું. તેવામાં યુવકે મહિલાને ગાળો આપીને તરછોડી દીધી.

ત્યાર પછી પણ મહિલાએ યુવકને લગ્ન માટે કહ્યું તો યુવકે તેને કહ્યું કે તે લગ્ન માટે દબાણ કરશે તો તેના બાળકને જાનથી મારી નાખશે. ત્યાર પછી જુવો કે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા. આ મામલે હવે મહિલાએ યુવક વિરુદ્ધ સુરતના ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.