બે કપલ રહે છે એકસાથે, પત્નીઓને ખબર નથી કે તેમના બાળકનો પિતા કોણ છે!!!

આધુનિક સમયમાં તમને ઘણા અજીબો ગરીબ સંબંધ વિષે જાણવા મળતું હશે. ઘણા કિસ્સા તો સાંભળીને આપણે ચોંકી જતાં હોઈએ છે. પશ્ચિમી દેશમાં તો આ આધુનિકતા ખૂબ આગળ વધી ગઈ છે આ દેશમાં ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિમાં ધ્યાન આપનાર અને સમય પસાર કરવાવાળા બહુ ઓછા લોકો બચ્યા છે. આજે એક એવો જ અજીબોગરીબ કિસ્સો અમે તમને જણાવી રહ્યા છે.
બે કપલનો પરિવાર છે. આ બધા લોકો એકબીજાને પ્રેમ કરે છે. બંને મહિલાઓએ એક-એક બાળકને જન્મ આપ્યો છે, પરંતુ તેઓ નથી જાણતા કે બાળકનો પિતા કોણ છે. ટિયા અને સીન હાર્ટલેસની જોડી અને એલિસિયા અને ટાયલર રોજર્સની જોડી ત્રણ વર્ષ પહેલાં ઓનલાઈન મળી હતી. તેમની વચ્ચે ઘણા મહિનાઓ સુધી વાતચીત ચાલી. પછી બંનેના મનમાં કંટાળાને દૂર કરવા અને જીવનમાં સાહસ કરવા માટે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ચારેય જણ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જે બાદ તેઓ અમેરિકાના ઓરેગોન શહેરમાં સાથે રહેવા લાગ્યા.
બંને કપલના એક એક બાળક પહેલાથી જ હતા. પણ તે લોકોએ બે થી વધારે લોકો સાથે સંબંધ બાંધે એવી રીતે સંબંધ બનાવી બીજા બે બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો. ટાયાએ કહ્યું કે તેની પહેલા તેઓમાંથી કોઈએ આવું ક્યારેય નથી કર્યું.વર્ષ 2020ની શરૂઆતથી બંને કપલ સાથે રહેવા લાગે છે. થોડા સમય પછી સંબંધમાં રહેતા ચારે લોકોએ પોતાના પરિવારને આગળ વધારવા માટે નિર્ણય કર્યો. એલિસિયાને ઓગસ્ટ 2020માં ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે તો બીજી બાજુ ટાયા માર્ચ 2021માં પ્રેગ્નેન્ટ થઈ.
ત્યાએ કહ્યું- અમે બાળકના પિતાને લઈને કોઈ નિયમ બનાવ્યો નથી અને અમે સંમત છીએ કે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે બધા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે હજી પણ તેના વિશે જાણતા નથી અને અમે જાણવા માંગતા પણ નથી. અમે નક્કી કર્યું કે અમે બંને બાળકોને સાથે મળીને ઉછેરીશું.