ગેસ અથવા એસીડીટી થી રાહત માટે અજમાવો આ સહેલા ઉપાય

ગેસ અથવા એસીડીટી થી રાહત માટે અજમાવો આ સહેલા ઉપાય

ગેસ અને એસીડીટી ની સમસ્યા થવા થી પેટ માં દુખાવો થવો લાગે છે.આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ નુસખાઓ જણાવવા જઈ રહ્યા છીએ કેજેને અજમાવતા ની સાથે જ તમને ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓ થી મુક્તિ મળી જશે.આ ઉપાયો ખુબજ કામ કરે છે આ ઉપાય અપનાવતાના એક દિવસ ની અંદર જ તમને પરિણામ મળી જશે તો ચાલો જાણીએ ઉપાયો વિશે.

પેટ ના ગેસ અને એસીડીટી થી છુટકારો મેળવવા માટે ના સહેલા ઉપાય

આદુ નો રસ પીઓ: આદુનો રસ પીવાથી એસીડીટી અને ગેસ થી આરામ મળી જાય છે.એસીડીટી થવા પર આદુ ને પીસી ને તેનો રસ કાઢી લો પછી એ રસ ને પીલો.આ રસ પીવા થી એસીડીટી અને ગેસ ની સમસ્યાઓ એકદમ ગાયબ થઈ જશે.હકીકત માં આદુ ની અંદર એન્ટી-ઇફલેમેટ્રી તત્વો મળે છે જે એસીડીટી અને ગેસ ને દૂર કરે છે એટલા માટે જે લોકો પણ એસીડીટી અને ગેસ ની સમસ્યાઓ થી પરેશાન હોય એ આદુ નો રસ જરૂર પીવે.

ઠંડુ દૂધ: એસીડીટી અને ગેસ થવા પર ઠંડુ દૂધ પીવું એ લાભદાયક માનવામાં આવે છે.ઠંડુ દૂધ પીવાથી એસીડીટી અને ગેસ માં જે પેટ દુખાવો થાય એ મટી જાય છે સાથે જ પેટ ની આગ પણ મટી જાય છે.

ખીરું ખાઓ: ખીરું ખાવાથી પેટ ને ઠંડક મળે છે.એક ખીરા ને લઈ ને તેનું જ્યુસ કાઢો.આ જ્યૂસ ને દિવસ માં બે વખત પીઓ.આ જ્યૂસ પીવાથી એસીડીટી ની સાથે સાથે ગેસ ની સમસ્યાઓ થી પણ રાહત મળશે.હકીકત માં ખીરુ શરીર ને હાઈડ્રેટ રાખે છે અને તેમાંથી મળતા તત્વ એસિડ રીફલકસ ને ઓછું કરે છે,જેનાથી એસીડીટી ની સમસ્યાઓ મટે છે.

સૌફ: જમ્યા પછી સૌફ નું સેવન કરવાથી એસીડીટી અને ગેસ ની સમસસ્યાઓ થતી નથી.એટલા માટે જે લોકો એસીડીટી અથવા ગેસની સમસસ્યા થી પીડિત છે એ લોકો દરરોજ જમ્યા પછી સૌફ નું સેવન કરે.આનાથી પેટ એકદમ સ્વસ્થ રહેશે.

નારિયેળ પાણી: નારિયેળ પાણી પીવાથી એસીડીટી અને ગેસ ની તકલીફ થતી નથી.હકીકત માં નાળિયેર પાણી પીવાથી પેટ માં જામેલ ટોક્સિન બહાર નીકળે છે અને એસીડીટી અને ગેસ ની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

જીરું: જીરા ને ખાંડી અને તેનો પાવડર તૈયાર કરો.આ પાવડર ને દરરોજ ગરમપાણી સાથે ખાઓ.જીરા નું સેવન કરવાથી એસીડીટી અને ગેસની સમસ્યાઓ માં આરામ મળે છે.

તુલસી: તુલસી નો રસ પીવાથી એસીડીટી અને ગેસની સમસ્યાઓ મટે છે.એસીડીટી અને ગેસ થવા પર દરરોજ એક ચમચી તુલસી નો રસ પીઓ.રસ પીવો સિવાય જો તમેં ચાહો તો તુલસી ના પાન પણ ચાવી શકો છો.તુલસી નો રસ મેળવવા માટે કેટલાક તુલસી ના પાન લઈ ને તેને પીસી ને નીચોવી ને તમે તુલસી નો રસ કાઢી શકો છો.આ રસ દિવસ માં ત્રણ ચાર વખત લેવાથી તમને પેટ ની મોટાભાગ ની સમસ્યાઓ થી રાહત મળશે.

ઉપર જે ઉપાયો જણાવ્યા કે કર્યા ઉપરાંત તમને પેટ ના દુખાવા માં રાહત ના મળે તો ડોકટર ને જરૂર બતાવો.કારણ કે સાંભળવામાં એસિડિટી અને ગેસ ની તકલીફ સામાન્ય લાગે છે પણ જો ડોકટર ને સમસ્યા ની જાણ ન કરવામાં આવે તો સમય જતાં મોટી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડી શકે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.