યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વ્યથા, ઘરના બંકર અને અન્ડરગ્રાઉન્ડમાં સુરક્ષિત થયા છે…

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વ્યથા, ઘરના બંકર અને અન્ડરગ્રાઉન્ડમાં સુરક્ષિત થયા છે…

રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે ત્યાંના સ્થાનિકોની સ્થિતિ તો કફોડી થઈ ગઈ છે. પણ ભારતમાંથી અને ખાસ તો ગુજરાતમાં ત્યાં અભ્યાસ હેતું માટે ગયેલા વિદ્યાર્થીઓની હાલત ચિંતામાં વધારો કરે એવી છે. યુક્રેનમાં ફસાયેલા એક વિદ્યાર્થીએ મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે, મારૂ નામ હર્ષ સોની છે. અત્યારે અમને ઘરની બહાર નીકળવા નથી દેતા. અહીં બધી બાજુ બોંબ બ્લાસ્ટ થઈ રહ્યા છે. આ સ્થિતિ જોઈને બહુ ડર લાગી રહ્યો છે. સરહદ અહીંથી થોડા જ કિલોમીટર દૂર છે. રાત પડતા જ અહીં ચોપર્સ નીકળે છે. ઠંડી લાગી રહી છે અને અંધારાને કારણે ખાસ કોઈ ખ્યાલ આવતો નથી.

હેલિકોપ્ટર રશિયાનું છે કે યુક્રેનનું કોનું છે એની ખબર જ નથી પડતી. અહીં રસ્તા પરથી ટેન્ક નીકળે છે. હેલિકોપ્ટર ઘણા નીચા હોય છે. પણ રાતના અંધારાને કારણે ક્યા દેશનું છે એનો ખ્યાલ નથી. અહીં લોકો ડરે છે. એક માત્ર બંકર જ રહેવા માટે છે. મારુ મન જાણે છે કે, આ 24 કલાક કેમ પસાર કર્યા એ. એકબીજાની માથે સુઈ રાત વીતાવી છે. જ્યારે ભૂખ લાગે ત્યારે ચિપ્સ અને બિસ્કિટથી પેટ ભર્યું છે. હર્ષ સોની નામનો આ વિદ્યાર્થી બંકરમાં છુપાયો હતો. બંકરમાં છુપાયેલા 2000 લોકોમાં 100 લોકો ગુજરાતના છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ માત્ર ભારત જ નહીં અન્ય દેશના વિદ્યાર્થીઓ અને લોકો પણ પોતાના વતનમાં પરત આવી રહ્યા છે.

અનેક ભારતીય નાગરિકો કામ હેતું અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જે યુદ્ધ થવાના કારણે ફસાઈ ગયા છે. ગુજરાતના પણ ગોંડલ, રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોના વિદ્યાર્થીઓ યુક્રેનમાં અત્યારે ફસાયા છે. ખરીદી માટે યુક્રેનમાં લોકોની પડાપડી થઈ રહી છે. ભારતીયોની લાંબી લાઈનો ભારતીય એમ્બેસી બહાર પણ લાગી છે. જ્યાં સૌ કોઈ મદદ માટે હાથ ફેલાવી રહ્યા છે. રાજકોટના એક વિદ્યાર્થી જે યુક્રેનમાં ફસાયા છે તેણે મીડિયા સામે વાત કરી છે.

હર્ષ સોનીએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અહીં. શહેરના મોટાભાગના લોકો ઘરોના બંકરો અને અન્ડરગ્રાઉન્ડમાં સુરક્ષિત થયા છે. જે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ખાલી કરી છે. તેઓ પણ પોતાની સુરક્ષા સાચવી રહ્યા છે. આ તમામ પાસે માત્ર 3-4 દિવસ ચાલે એટલી જ ભોજન સામગ્રી છે. પણ કંઈ રાંધી શકાય એમ નથી. આ તમામ લોકો ચિપ્સ, બિસ્કિટ અને પાણી પીને પેટ ભરી રહ્યા છે. ક્યાંય લાઈટ્સ નથી બધે અંધારું છે. સમયાંતરે બોંબ બ્લાસ્ટનો અવાજ આવે છે. આ બંકરો સિવાય ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે બીજું કોઈ સુરક્ષિત સ્થાન નથી. એરપોર્ટ પર પણ રશિયાએ કબજો કરી લીધો છે. હુમલો થયો એ પછી એર ઓપરેશન પણ બંધ થઈ ગયા હતા. ભારતીય એમ્બેસીનો પણ કોઈ રીતે સંપર્ક થઈ શકતો નથી. મીડિયા એવું બતાવે છે કે, સ્થિતિ કાબુમાં છે. પણ હકીકત જુદી છે. સ્થિતિ ગંભીર છે. ઘણી ખરાબ છે. મૂળ રાજકોટના વતની હર્ષ સોની સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ ગુજરાતના છે.

જેમાં દ્રષ્ટિ નાવલે, જાનવી ઠક્કર અને પટેલ પાર્થનો સમાવેશ થાય છે. જેઓ યુક્રેનમાં MBBS કરવા માટે ગયા હતા. યુદ્ધની સ્થિતિ વચ્ચે માહોલ ગંભીર છે. એરપોર્ટ એર ઑપરેશન બંધ થતા ફ્લાઈટ નથી મળતી. જે હતી એ રદ્દ થઈ છે. જેથી ઘણા લોકો તથા વિદ્યાર્થીઓ પાછા આવી શકે એમ નથી. અમે વીડિયો તૈયાર કરીને વતનમાં આવવા માટે મદદ માંગી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.