દેશી ટોયલેટનો ઉપયોગ કરવાથી ઘુંટણ દુખે છે??, કરો આ કામ, નહિ દુખે ઘુટણ, આ વ્યક્તિ એ ઉપાય શોધ્યો છે…

દરેક વ્યક્તિના દિવસની શરુઆત, બ્રશ કરી ચા-પાણી પી અને પછી ટોયલેટ જઈ ફ્રેશ થઈ સ્નાન કરવાથી થાય છે. દિવસની શરુઆતમાં અન્ય કામમાં આગળ પાછળ ચાલે પરંતુ જો પેટ બરાબર સાફ ન આવે તો દિવસ ખરાબ જાય છે. દિવસ આખો બેચેની રહે છે અને કામ કરવામાં પણ મન નથી લાગતું. મોટાભાગના ઘર અને ઓફિસોમાં હવે વેસ્ટર્ન ટોયલેટ જ જોવા મળે છે . ખૂબ ઓછા ઘર હશે જ્યાં ઈન્ડિયન ટોયલેટ જોવા મળે.
જો કે કોઈ પાસે વિકલ્પ હોય કે વેસ્ટર્ન ટોયલેટ વાપરવું કે ઈન્ડિયન ટોયલેટ… તો પણ તે પસંદ વેસ્ટર્ન ટોયલેટને જ કરશે. ઈન્ડિયન ટોયલેટ વાપરવું મોટાભાગના લોકોને પસંદ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે વર્ષો પહેલા આ ટોયલેટનું ચલણ ન હતું. લોકો મજબૂરીમાં આ ટોયલેટ વાપરતા થયા હતા.
મોટાભાગના લોકો વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેનું કારણ સ્વાસ્થ્ય સંબંધિત નથી પરંતુ લોકો આરામથી કલાકો સુધી બેસી શકે તેવું છે. આ કારણથી હવે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ લોકો વધારે કરે છે. કારણ કે લોકોને આ સમયે પણ ફોન સાથે રાખવો હોય છે.
જ્યારે તેની સામે તમે ઈન્ડિયન સ્ટાઈલના ટોયલેટમાં 10 મિનિટથી વધારે નથી બેસી શકો નહીં. આમ કરવાથી ઘૂંટણ અને પીઠ દુખવા લાગે છે. જો કે ઈન્ડિયન સ્ટાઈલના ટોયલેટમાં પેટ સાફ કરવામાં ઉપયોગી રહેતા, પેટની તકલીફો આ ટોયલેટનો ઉપયોગ કરનારને થતી નથી.
ઈન્ડિયન ટોયલેટ આરામદાયક હોય તેવી કલ્પના કોઈ કરી શકતું ન હતું જ્યાં સુધી સત્યજીત મિત્તલ નામની વ્યક્તિનું કામ પ્રકાશમાં આવ્યું ન હતું. તેમણે ઈન્ડિયન સ્ટાઈલના ટોયલેટને પણ આરામદાયક અને ઘુંટણ ન દુખે તેવું બનાવ્યું છે.
26 વર્ષીય સત્યજીતે પુણેના છે અને તેમણે ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમણે સ્કવોટઈઝ ટોયલેટ ડિઝાઇન કર્યુ છે. તેણે આ ડીઝાઈન પર વર્ષ 2016 માં કામ શરુ કર્યું હતું. હવે આ કામ પૂર્ણ થઈ ચુક્યું છે.
સ્કવોટઈઝ ટોયલેટની ડિઝાઇનમાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, એનો ઉપયોગ કરનારના ઘૂંટણ અને પીઠ પર વજન ન આવે. તેની ડિઝાઈન એવી છે જેમાં સફાઈ કરવામાં ઓછા પાણીનો ઉપયોગ કરવાનો થાય. ખાસ વાત છે કે તેનો સૌથી પહેલો પ્રયોગ હોસ્પિટલના હાડકાના વિભાગમાં કરવામાં આવ્યો હતો જ્યાંના દર્દીઓએ આ ડિઝાઈનને લીલી ઝંડી આપી દીધી છે.
આ સંશોધન કરવા બદલ સત્યજીતને ભારત સરકાર તરીફથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે સત્યજીત સિંગાપુરના વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને સ્કવોટઈઝ ટોયલેટનું પ્રોડક્શન કરી રહ્યા છે