અમદાવાદ વસાવવા માટે અહમદશાહ પાટણથી 1 લાખ પાયદળ, 800 હાથી અને 600 તોપો લઈને શહેરમાં ધામા નાખ્યાં હતા

અમદાવાદ વસાવવા માટે અહમદશાહ પાટણથી 1 લાખ પાયદળ, 800 હાથી અને 600 તોપો લઈને શહેરમાં ધામા નાખ્યાં હતા

અમદાવાદની સ્થાપનાને આજે 611 વર્ષ થયા છે. પોતાના અસ્તિત્વનો સવાલ હોય ત્યારે દરેકે શસ્ત્રો ઉગામવા પડે છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ર તેનું શ્રોષ્ઠ ઉદાહરણ છે. અમદાવાદની વાત કરીએ તો મરાઠા સામ્રાજ્યથી લઈને મુઘલ અને છેલ્લે અંગ્રેજોના શાસન દરમિયાન અનેક યુદ્ધો કે આક્રમણકારીઓનું અમદાવાદ સાક્ષી રહ્યું છે જેનો સામનો કરીને અમદાવાદ આજે અમદાવાદ 611 વર્ષનું થયું છે.

સિટી લાઈફે અમદાવાદની લડાઈઓ અને તેનું ડિફેન્સ મેનેજમેન્ટ અંગે ઈતિહાસવિદ પાસેથી માહિતી મેળવીને અમદાવાદના ગ્રેટ બેટલ વિશે જાણ્યું હતું આ સાથે અમદાવાદના પ્રમુખ શસ્ત્રાગાર વિશે પણ જાણ્યું હતું. ઈતિહાસના પન્નાઓ પલટાવતા જાણવા મળ્યું કે, જ્યારે અહમદ શાહ પાટણથી અમદાવાદ શહેર વસાવવા માટે નીકળ્યા ત્યારે પોતાથી સાથે એક લાખ પાયદળ, આઠસો હાથી, બત્રીસ હજાર ઊંટ, છસો તોપો, સોળ હજાર પોઠી, સોળસો ગાડા અને પાંચ કરોડ રૂપિયા લઇને આવ્યા હતા. પાટણથી લાયેલા આ તમામ માણસો લશ્કરમાં જોડાયા જ્યારે ગાડા, ઊંટ વગેરેને લશ્કરી અને બાદશાહી સરંજામ આપવામાં આવ્યો હતો.

1572-1573 દરમિયાન અકબરની સેનાએ ગુજરાતના 13માં સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવનીને ગુજરાત સર કર્યું હતું. આજનું સરખેજ તેની રણભૂમિ હતું. તેની યાદમાં અકબરના સૂબાએ ત્યા ફતેહવાડી નામનો બાગ બનાવ્યો હતો, જે વિસ્તાર આજે પણ છે.

અમદાવાદમાં 1780થી અંગ્રેજોની ચઢાઇ શરૂ થઇ ગઇ ગતી. ત્યારે ગુજરાતના પેશ્વા સૂબા બાપજી પંડિત હતા. શહેર અડધુ પેશ્વા અને અડધુ ગાયકવાડ શાશનમા હતું. અંગ્રેજોની સંધિ ફતેહસિંહરાવ ગાયકવાડ સાથે થઇ અને જનરલ ગોડાર્ડ પોતાની સેનાને લઇને પેશ્વાઇ અમદાવાદ લૂંટવા આવ્યો. તે 6000 આરબો, 2000 અસવાર અને પાયદળ સાથે આવ્યો. માણેકબુરજ પરથી બાપજી પંડિતે તોપ ચલાવી અને જવાબમાં અંગ્રેજોએ ખાન જ્હા દરવાજેથી (ગાયકવાડ હવેલી પાસે) તોપ ચલાવી. અંદાજે ચાર દિવસ પછી શહેર અંગ્રેજોના કબજે થયું. મોટા ભાગે ભદ્રના કિલ્લામાં શસ્ત્રાગાર હતું.

પેશ્વાઓ 18મી સદી દરમિયાન આવ્યા અને ગુજરાત પર ચઢાઇઓ કરી. 1737થી 1758 દરમિયાન ત્રણ વાર મોટી ચઢાઇ અને અસંખ્ય નાના મોટા હુલ્લડો થયા. આ દરમિયાન મરાઠા સૈન્યનું કામ હાલનું અમદાવાદ પ્રદેશ લૂટંવાનુ રહ્યું. ઈતિહાસમાં મરાઠા સામ્રાજ્યએ અમદાવાદ સહિતના અનેક શહેરો પર આક્રમણ કરીને તેને લૂટયા હોવાના ઉલ્લેખ જોવા મળે છે.

સિટીના હેરિટેજ એક્સપર્ટ પરમ પંડયાએ કહ્યું કે, અમદાવાદ શહેર ખાસ કોઇ જંગમાં ઉતર્યું નથી કે જંગભૂમિ પણ રહ્યું નથી, પરંતુ અહીંના શાસકોએ ઘણીવરા વિસ્તાર વધારવા તો ઘણીવાર સ્વબચાવ માટે શસ્ત્રો ઉઠાવ્યા છે. પ્રબંધચિંતામણિ અનુસાર કર્ણાવતી નગર, પાટણની રક્ષા માટે અને લાટ પ્રદેશની સીમા સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતું. રાજા કર્ણદેવ સોલંકીએ અગિયારમી સદીમાં તે બનાવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય તેમની સેના માટેનો હતો. અહમદશાહ અને તેના પૌત્ર મુહમ્મદ બેગડાએ ઘણા બધા નાના મોટા પ્રદેશો પર ચઢાઇ કરી અને ગુજરાત સલ્તનતનો ભાગ બનાવ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.