પૃથ્વીના વિનાશથી બચવા 8 લાખ રૂપિયા ખર્ચીને ઘરમાં જ બંકર બનાવી લીધું, 25 વર્ષ ચાલે તેટલું 7 લાખ રૂપિયાનું રાશન ભરી દીધું છે…

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આવા સમયે ઘણાં લોકો માને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. આવા ભયને કારણે હાલમાં જ અમેરિકામાં કેટલાક બંકર સેલ માટે બહાર આવ્યા હતા, જે અણુ બોમ્બના હુમલા સામે રક્ષણ આપવા સક્ષમ છે. અને તમે જાણો જ છો કે જો પરમાણુ બોમ્બ હુમલો થશે તો પૃથ્વીનો વિનાશ નિશ્ચિત છે.
પોતાના ઘરમાં એક અંડરગ્રાઉન્ડ બંકર બનાવ્યું: આવા માહોલ વચ્ચે હાલમાં અમેરિકાની એક મહિલા છેલ્લા 11 વર્ષથી તેની તૈયારીમાં લાગેલી છે. તેણે લાખો રૂપિયા ખર્ચીને પોતાના ઘરમાં બંકર બનાવ્યું છે. આ સાથે તેણે ઘણા વર્ષોથી બંકરમાં કરિયાણું કહેતાં રાશનનો સંગ્રહ પણ કર્યો છે. 38 વર્ષીય રોવાન મેકેન્ઝીને ડર છે કે આવનારા દિવસોમાં પૃથ્વી ખતમ થઈ જશે અને એટલા માટે તેણે પોતાના ઘરમાં એક અંડરગ્રાઉન્ડ બંકર બનાવ્યું છે અને એક-બે નહીં પરંતુ 25 વર્ષ સુધી ખાવા માટેનું રાશન પણ એકઠું કર્યું છે. સ્ત્રીને પૂરો વિશ્વાસ છે કે જો પૃથ્વીનો નાશ થશે તો પણ તે જરૂરથી બચી જશે.
બંકરમાં કેટલાક હથિયારો પણ રાખ્યા: એક રિપોર્ટ મુજબ મહિલાએ પોતાના ઘરના બંકરમાં એવું ખાવાનું સ્ટોર કર્યું છે જે લાંબા સમય સુધી ટકી શકે. એમાં કઠોળ વગેરેનો પણ સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાએ બંકરમાં કેટલાક હથિયારો પણ રાખ્યા છે, જેથી મુશ્કેલીના સમયમાં તે કામમાં આવી શકે.
બંકર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા: અહેવાલો અનુસાર, મહિલાએ બંકર બનાવવા માટે લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સાથે જ ખાણીપીણીની વસ્તુઓ ભેગી કરવા માટે લગભગ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, એટલે કે કુલ મળીને મહિલાએ તેના ‘કયામત’ પ્રોજેક્ટ પર લગભગ 15 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
લોકો આ મહિલાને સમજી રહ્યા છે પાગલ: રોવાન કહે છે કે લોકો તેને પાગલ, ક્રેઝી, સનકી માની રહ્યા છે. પરંતુ તેને એનાથી કોઈ ફરક નથી પડતો. એ તો ઉલટાનું બધાને આવું કરવાની સલાહ આપે છે. તેણી કહે છે કે કોઈપણ પરિસ્થિતિ માટે અગાઉથી તૈયાર રહેવું જોઈએ અને યોજનાઓ બનાવી રાખવી જેથી પાછળથી કોઈ મુશ્કેલી ના આવે.