લગ્ન કરવા માટે આ યુવકે કન્યાને ૩ લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા, કન્યા ખાલી લગ્નના ૧૫ દિવસમાં જ થઇ ગઈ રફફુચક્કર…

લગ્ન કરવા માટે આ યુવકે કન્યાને ૩ લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા, કન્યા ખાલી લગ્નના ૧૫ દિવસમાં જ થઇ ગઈ રફફુચક્કર…

અત્યારે બધા જ લોકોને લગ્ન કરવા હોય છે પણ કોઈ કન્યા મળતી નથી, એટલે કેટલાય વચોટિયાઓનો સહારો લઈને કન્યા લાવતા હોય છે. આ કન્યા લાવીને લગ્ન પણ કરતા હોય છે આ કન્યાઓ થોડા દિવસો રહીને રફફુચક્કર થઇ જતી હોય છે.

હાલમાં એવો જ એક કિસ્સો રાજસ્થાનના બાડમેરમાં બન્યો છે. અહીંયા લગ્ન કરીને ૧૫ દિવસ પછી કન્યા રફફુચક્કર થઇ ગઈ છે.બૈટુ ભીમડામાં રહેતા મેહરમના પુત્ર ચિમારામે ૪ ફેબ્રુઆરીએ પોલીસને જાણ કરી હતી,

જેમાં બાજુના કોસરિયા ગામમાં જોગારામે ૩ મહિના પહેલા એવું કહ્યું હતું કે, તેના લગ્ન માટે એક છોકરીને તેઓ ઓળખે છે અને તેના બદલામાં તેને ૩ લાખ રૂપિયા આપવા પડશે. જોગારામ અને તેના સાથી દલાલો કાંતિભાઈ અને અમુતભાઈએ તેમને મમતા નામની યુવતી સાથે વીડિયો કોલિંગ કરાવ્યું હતું.

જેમાં લગ્ન માટે હા કહી હતી, અને ૨૪ નવેમ્બરે મેહારમના લગ્ન મમતા સાથે કરાવ્યા હતા, અને ૩ લાખ રૂપિયા આપ્યા હતા. આ લગ્ન બરાબર રીતે થઇ ગયા પછી આખો પરિવાર ખુબ જ ખુશ પણ થઇ ગયો હતો.

પછી ૧૦ દિવસ સુધી બધું બરાબર ચાલ્યું અને આ મહિલાએ તેના ભાઈના ખાતામાં હપ્તા માટે ૪૦ હજાર રૂપિયા પડાવ્યા હતા.પછી તે યુવક કામ માટે ગયો અને એ સમયે દાગીના અને પચાસ હજાર રૂપિયા લઈને કન્યા જતી રહી,

જયારે આ યુવક ઘરે આવ્યો તો કન્યા ઘરે નહતી અને તેને ફોન કર્યો તો એવું કહ્યું કે તેની માતાની તબિયત બગડી જતા તે ૧૫-૨૦ દિવસમાં પછી આવી જશે. થોડા દિવસ પછી ફોન ફરી કર્યો તો તેને એવું કહ્યું કે તેને પહેલાથી લગ્ન કરેલા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.