રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચાથી કંટાળીને દુકાનદારને બોર્ડ લગાડવું પડ્યું કે અહીં કાઉન્ટર પાસે ઊભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં…

રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચાથી કંટાળીને દુકાનદારને બોર્ડ લગાડવું પડ્યું કે અહીં કાઉન્ટર પાસે ઊભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં…

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા પાંચ દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. દેશભરમાં ટીવી ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપરથી લઈ સોશિયલ મીડિયા પર દિવસભર યુદ્ધના જ ન્યૂઝ આવી રહ્યા છે. આ ઉપરાંત લોકો પણ જ્યાં મળે ત્યાં યુક્રેન અને રશિયા યુદ્ધની જ વાતો કરતા નજરે પડે છે. ત્યારે કિમ પૂર્વમાં આવેલ શૈલેષ સાટિયા પાનની દુકાન ચલાવે છે. દિવસભર આવતા ગ્રાહકો કલાકો ઊભા રહી યુદ્ધની જ વાતો કરે છે.

દુકાનદારનું કહેવું છે કે ઘરના લોકો જેમની વાત નથી માનતા એવા લોકો અહીં આવી યુક્રેન અને રશિયાએ શું કરવું જોઈએ એની સલાહ આપે છે. ત્યારે આખરે યુદ્ધની વાતથી ત્રાસી દુકાનદાર આવતા ગ્રાહકોને સૂચન બોર્ડ મારી યુદ્ધની વાતો ન કરવા અપીલ કરી હતી. દુકાનદારે જણાવ્યું કે વહેલી સવારે દુકાન ખોલું ત્યાંથી લઈ મોડી રાત સુધી દુકાને આવતા લોકો ઊભા રહી રશિયા અને યુક્રેનના યુદ્ધની જ વાતો કર્યા કરે છે ને આ વાત ક્યારેક લોકો એકબીજા સામે આક્રમક પણ થઈ જાય છે. તેથી આ બાબત દુકાન આગળ ઝઘડો પણ ઉભો કરી શકે ત્યારે આખરે કંટાળી શૈલેષ સાટિયાએ “અહીં કાઉન્ટર પાસે ઊભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં” આ લખાણ સાથે સૂચન બોર્ડ મૂકવું પડ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275