Tiktok સ્ટાર કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં થઈ રહી છે ફેમસ!! ફરી કર્યું આવું…

Tiktok સ્ટાર કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં થઈ રહી છે ફેમસ!! ફરી કર્યું આવું…

અમદાવાદ: સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. બાદમાં સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી થઈ હતી. જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે તેવું કહેવુ ખોટું નથી. અમદાવાદના એસજી હાઇવે પર એક યુવતીને પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા કોમલ બેન પંચાલ બ્યુટી પાર્લર ધરાવી પરિવાર સાથે રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને છ માસ પહેલા instagram એપ્લિકેશનમાં લાઈવ તેના મિત્રો સાથે હતા. ત્યારે અંદરોઅંદર વીડિયો દ્વારા વાતો કરતા હતા. તે સમયે tiktok એપ્લિકેશન થી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલએ અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ને ગાળો આપી હતી.

જે બાબતે ઝઘડો થયો હતો અને તે બાબતે યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. ગત 21 ફેબ્રુઆરીના રોજ આ યુવતી તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી. તે દરમિયાન તે વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. જેથી આ યુવતી તેના ફ્લેટમાં નીચે તેની ગાડી જોવા જતી હતી. તે દરમિયાન ત્યાં એક બહેને તેને જણાવ્યું કે તમે નીચે ના જાઓ તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે અને ત્યાં કેટલાક માણસો ઊભા છે જે તમને નુકશાન કરશે.

આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું. બાદમાં આ યુવતી તેના ઘરે ગઈ હતી અને થોડીવારમાં તેની મિત્ર ગાડીની ચાવી લઈને તપાસ કરવા આવી હતી. ત્યારે આ યુવતીને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબ ની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ માટે ગઈ હતી.

તે દરમિયાન સવારે ચારેક વાગ્યાની આસપાસ ગાડી પાર્ક કરીને બેઠી હતી. ત્યારે અચાનક તેની ગાડી નો ગાડી નો પાછળ નો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ હતી. ત્યારે અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને કોઈ વસ્તુ નો ફટકો માર્યો હતો. ત્યારે યુવતીએ પાછળ વળીને જોતા સુરતની tik tok થી ફેમસ થયેલી કીર્તિ પટેલ તેના હાથમાં લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં પગ ઉપર અને બરડાના ભાગે આ કીર્તિ પટેલે આ યુવતીને ફટકા માર્યા હતા.

કીર્તિ પટેલ સાથે બીજી એક મહિલા અને એક યુવક પણ હતો અને આ તમામ લોકો ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તું અમારા ગ્રુપ ની સામે પડી છે અને અમે જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. યુવતીને ઇજાઓ પહોંચી હોવાથી પોલીસમાં ફોન કર્યો હતો અને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સીવીલ પહોંચી હતી.

આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે કરતાં સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે છતાં પણ તેણે ફરી એક વખત ગુનાને અંજામ આપતા સેટેલાઈટ પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.