આ સરકારી યોજના દ્વારા વાલી પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે, ફક્ત ૪૧૬ રૂપિયાનું રોકાણ કરીને મેળવી શકો છો ૬૫ લાખ રૂપિયા…

દીકરી ઘરની શાન હોય છે. જ્યારે કોઈના ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે લોકો કહે છે કે ઘરમાં લક્ષ્મી આવી. જી હાં, દીકરીઓને લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવે છે. દીકરીનાં જન્મ બાદ માતા-પિતા તેને સારી શિક્ષા આપવા માંગે છે. સારી શિક્ષાની સાથે સાથે તેમનું સપનું એજ રહે છે કે દીકરી મોટી થાય ત્યારે તેના લગ્ન ધામધુમથી કરવામાં આવે. જો તમારા ઘરમાં પણ નાની બાળકી કે દીકરી છે, તો તેની શિક્ષાથી લઈને લગ્ન સુધી થતા પૈસાની જરૂરિયાત હવે સરળતાથી પુરી કરી શકાશે.
જી હાં, તમને તેના માટે “સુકન્યા વૃદ્ધિ યોજના” માં રોકાણ કરવું પડશે. તમારી દીકરી માટે મોટું ફંડ ભેગું કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખુબ સારો વિકલ્પ છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમારી દીકરીનું ઉચ્ચતર શિક્ષણ, કારકિર્દી અને લગ્ન સુધી નિશ્ચિંત થઈ જશો. ૧૦ વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલી શકાય છે.
જાણો શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના
તમારા બધા લોકો માંથી અમુક લોકો એવા પણ છે જેમને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે ખબર નહીં હોય, તો તમને બતાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે, જેને “બેટી બચાવો, બેટી પઢાવો” સ્કીમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નાની બચત સ્કીમમાં સુકન્યા સૌથી શ્રેષ્ઠ વ્યાજ દર વાળી યોજના છે.
જાણો કેવી રીતે ખુલશે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું
જો તમે તમારી દીકરીનું ભવિષ્ય શ્રેષ્ઠ અને સુરક્ષિત બનાવવા ઇચ્છો છો તો તેના માટે તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું અવશ્ય ખોલાવવું જોઈએ. કોઈ બાળકીનાં જન્મ થાય પછી ૧૦ વર્ષની પહેલા ઓછામાં ઓછા ૨૫૦ જમા કરાવીને ખાતું ખોલાવી શકો છો. વર્તમાન નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
તમને જણાવી દઈએ કે અત્યારે આમાં ૭.૬% વ્યાજ મળે છે. એક વાલી વધુમાં વધુ બે દીકરીઓના નામથી ખાતું ખોલાવી શકે છે. માની લો કે જોડીયા કે ત્રણ દીકરીઓ એક સાથે હોય તો ત્રીજી દિકરીને પણ તેનો લાભ મળે છે. જ્યારે દીકરીની ઉંમર ૨૧ વર્ષની થઈ જાય ત્યારે તે આ ખાતામાંથી પૈસા કઢી શકે છે. આ યોજનામાં ૯ વર્ષ ૪ મહિનામાં જમા કરેલી રકમ બમણી થઈ જાય છે.
ક્યાં ખુલશે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું
સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા વાલી પોતાની દીકરીનું નામ કોઈ પણ બેંક પોસ્ટ ઓફિસ કે કોમર્શિયલ બ્રાન્ચની અધિકૃત શાખામાં ખાતું ખોલાવી શકે છે. આ યોજના દ્વારા વાલી પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. કેટલીક પ્રાઇવેટ બેંકમાં પણ ખાતું ખોલવાની સુવિધા ઉપલબ્ધ છે.
મેચ્યોરિટી પર મળશે ૬૫ લાખ રૂપિયાથી વધુ
જો તમે આ યોજનામાં દર મહિને ૩,૦૦ રૂપિયા રોકાણ કરો છો એટલે કે વર્ષના ૩૬,૦૦૦ પર તમને ૧૪ વર્ષ પછી ૭.૬ ટકા વર્ષના સંયોજનનાં હિસાબથી ૯,૧૧,૫૭૪ રૂપિયા મળશે. ૨૧ વર્ષે આ રકમ લગભગ ૧૫,૨૨,૨૨૧ રૂપિયા થઈ જશે. એટલે કે જો તમે માત્ર ૪૧૬ રૂપિયા રોજની બચત કરી લો તો તમે તમારી દીકરી માટે ૬૫ લાખ રૃપિયાની મોટી રકમ એકઠી કરી શકો છો.
આ ખાતું ક્યાં સુધી ચાલુ રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી દીકરીનાં ૨૧ વર્ષ થયા બાદ કે ૧૮ વર્ષની ઉંમરે લગ્ન થયા સુધી ચાલુ રાખી શકાય છે.