જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે તેમણે આ પોસ્ટ ધ્યાનથી વાંચવી, કોઈ પાસેથી આશા રાખશો તો દુઃખ જ મળશે…
સુખદાયક વૃદ્ધાવસ્થા :
સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ લેવા માટે, તમે તમારા પોતાના કાયમી સ્થાયી ઘરમાં રહો. પોતાનું બેંક બેલેન્સ અને ભૌતિક સંપત્તિ તમારી પાસે રાખો, વધારે પ્રેમમાં પડીને કોઈના નામે કરવાનું ના વિચારશો. તમારા બાળકોના વચન પર આધાર રાખશો નહીં કે તેઓ વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે, કારણ કે સમય સાથે તેમની પ્રાથમિકતા પણ બદલાય છે. અને કેટલીકવાર તેઓ ઇચ્છવા છતાં પણ કાંઈ કરી શકતા નથી. એ લોકોને તમારા ફ્રેન્ડ ગ્રુપમાં એડ કરો જે તમારા જીવનને સુખી જોવા માંગે છે, એટલે કે સાચા શુભચિંતક હોય તેમને.
તમારી સરખામણી કોઈની સાથે ન કરો અને કોઈની પાસે કોઈ પણ આશા ના રાખશો. તમારા બાળકોના જીવનમાં હસ્તક્ષેપ ન કરો, તેમને તેમની રીતે જીવન જીવવા દો. અને પોતાનું જીવન પોતાની રીતે જીવો. તમે તમારી વૃદ્ધાવસ્થાને આધાર બનાવીને કોઈની પાસેથી સેવા કરાવવાનો અથવા માન મેળવવાનો ક્યારેય પ્રયત્ન કરશો નહીં. લોકોની વાતો સાંભળો પણ તમારા સ્વતંત્ર વિચારોના આધારે નિર્ણયો લો. પ્રાર્થના કરો, પણ ભીખ ન માંગો, ભગવાન પાસે પણ નહિ. જો તમે ભગવાન પાસે કંઈ માંગો છો, તો ફક્ત માફી અને હિંમત માંગો.
તમારા સ્વાસ્થ્યની જાતે કાળજી લો, તબીબી તપાસ કરાવવાની સાથે તમારી આર્થિક ક્ષમતા પ્રમાણે સારો પૌષ્ટિક ખોરાક ખાવો. અને શક્ય તેટલું પોતાનું કામ પોતાના હાથથી કરવું. નાની મુશ્કેલીઓ પર ધ્યાન ન આપો, ઉંમર સાથે નાની-મોટી શારીરિક તકલીફો આવ્યા કરે છે. તમારું જીવન ખુશીથી જીવવાનો પ્રયત્ન કરો. તમે પોતે પણ ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. વર્ષમાં એક અથવા વધુ વખત નાની નાની ટ્રીપ ઉપર એક કે વધારે વખત ચોક્કસ જવું. આનાથી તમારી જીવનનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે.
કોઈપણ પ્રકારના સંઘર્ષને ટાળો અને તણાવમુક્ત જીવન જીવો. જીવનમાં કશું જ કાયમી રહેતું નથી, ચિંતા પણ નહીં. આ વાતમાં વિશ્વાસ રાખો. તમારી નિવૃત્તિ સુધી તમારી સામાજિક જવાબદારીઓ પુરી કરી દો. યાદ રાખો, જ્યાં સુધી તમે તમારા માટે જીવવાનું શરુ નહિ કરો ત્યાં સુધી તમે જીવંત નથી.