આ મહિલાએ આ રીતે ઘટાડ્યું 70 કિલો વજન!, પહેલા 158 કિલો વજન હતું , અત્યારે છે 88 કિલો, જાણી લો વજન ઘટાડવાની આ ખાસ ટીપ્સ…

આ મહિલાએ આ રીતે ઘટાડ્યું 70 કિલો વજન!, પહેલા 158 કિલો વજન હતું , અત્યારે છે 88 કિલો, જાણી લો વજન ઘટાડવાની આ ખાસ ટીપ્સ…

કોરોનાની મહામારી ના લોકડાઉંન ને લીધે મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર બંધ હતા, તેમજ તે લોકોની ખૂબ જ ખરાબ લાઇફ સ્ટાઇલ બની ગઈ હતી. અલગ પ્રકારનું જીવન અને તણાવ તેમજ તેલ યુક્ત ખાણીપીણીને કારણે ઘણા લોકોનું વજન વધવા લાગ્યું છે. એક મહિલા એવી છે કે જેમણે લોકડાઉંન ની અંદર પોતાનું વજન વધાર્યું નથી પણ આ મહિલાએ પોતાનું વજન ઓછું કર્યું છે. આ મહિલાનું વજન પહેલા લગભગ 158 કિલોની આસપાસ હતું. ત્યારબાદ અત્યારે મહિલાએ લગભગ ૭૦ કિલો વજન ઘટાડ્યું છે, કેવી રીતે આ વજન ઘટાડવું હોય તો ચાલો જાણીએ..!

આ મહિલાનું નામ મેલિસા વિલિયમ્સ છે. જેમણે કોરોનાની મહામારી દરમિયાન ૭૦ કિલો વજન ઘટાડ્યું છે, આ મહિલા ઓસ્ટ્રેલિયા ની અંદર આવેલા બ્રીજેન્ડ સાઉથ વેલ્સ ની રહેવાસી છે. આ મહિલાએ 2020 ના ઉનાળા માં તેમના મંગેતર ક્રિસની સાથે લગ્ન કરવા જઈ રહી હતી. પરંતુ કોરોનાની મહામારી હોવાને કારણે લગ્ન લંબાયા હતા અને મહિલા ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી.

તે સમયે મહિલાએ લગભગ ૭૦ કિલો જેટલું વજન ઘટાડયું હતું. ૨૭ વર્ષની આ યુવતીએ જ્યારે 2020 માં લગ્ન કરવા જઈ રહી હતી ત્યારે તેને લગભગ 158 કિલો વજન હતું. પરંતુ મહિલાએ ભારે મહેનત કર્યા પછી, મે ૨૦૨૨ માં આ મહિલા નું વજન અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે તેમાં અત્યારે આ મહિલા નું વજન ૮૮ કિલો છે. આ મહિલાના શરીરમાં ઘણા બધા ફેરફાર આવી ગયો છે. મેલિસા નામ ની આ યુવતીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેમને ખાવા નો ખૂબજ શોખ હતો અને આ અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ થી વધારે વખત બહારનું ખાવાનું મંગાવતી હતી,

આ ઉપરાંત તેના જમવામાં વધારે પડતી ખાંડ વાળી વસ્તુઓ અને જંકફૂડ ખુબજ ગમતું હતું. ખરાબ ખાવા પીવાની આદતને કારણે મહિલા નું વજન વધવા લાગ્યું હતું. જેને લઇને ખૂબ જ પરેશાન હતી અને ધાણામાં આવી ગઈ હતી. લોક ડાઉન ના દિવસો ની અંદર મને વજન ઘટાડવા માટે પ્રેરણા મળી હતી. ત્યાર પછી ઓગસ્ટ 2021 ની અંદર તેમણે શરીરમાંથી વધારાની ચરબીને દૂર કરવાની ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી કરાવી હતી જેનો લગભગ 10 લાખ રૂપિયા ખર્ચો થયો હતો.

આ યુવતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાના અવારનવાર ફોટાઓ શેર કરતી હોય છે. તેણે પોતાના વજન ઘટાડવાના માટે ડાયટ પર ઘણા બધા કંટ્રોલ રાખ્યો હતો જેને કારણે તેને વજન ઘટાડવામાં મોટી સફળતા મળી હતી. લોકડાઉન દરમ્યાન તેણે ઘરની અંદર ફિઝિકલ ઍક્ટિવિટી કરવાનું શરૂ કર્યું હતું અને કેલેરી બર્ન કરવા મા અને વજન ઘટાડવામાં તમને મદદ મળી હતી.

આ યુવતીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે પોતાના જીવનને પહેલાં કરતાં વધુ સારું બનાવવા માગતી હતી. તેમાં યુવતીના માતા-પિતા પણ વધારે વજનને કારણે ખૂબ જ ચિંતામાં હતા. આ યુવતી એ વધુમાં જણાવ્યું હતું કે, તેમનું બ્લડપ્રેશર પણ ખૂબ જ હતું અને હું બિલકુલ ચાલી શકી નહોતી. તેને કારણે તેને કમર ની અંદર ઘણા બધા દુખાવો થતો હતો તેને કારણે ધીમે ધીમે તબિયત બગડવા લાગી હતી. તેમાં યુવતીને પોતાના જીવનને બદલવા માટે મહેનત કરવાની ખૂબ જ જરૂર હતી.

અત્યારે આ યુવતી શોર્ટ ડ્રેસ પણ પહેરી શકે છે, તેમણે જણાવ્યું હતું કે પહેલા જ્યારે તેમને ગરમી લાગતી હતી ત્યારે, વધારે વજનને કારણે તે હંમેશા શરીરને ઢાંકી ને રાખી હતી. તો હવે વજન ઘટી ગયું છે અને તે હવે ઇચ્છે તે વસ્તુઓને પહેરી શકે છે. યુવતી જણાવે છે કે જ્યારે તેઓ પહેલી વખત હનીમૂન પર ગયા ત્યારે, તેના જીવનની અંદર પહેલી વખત શોર્ટ ડ્રેસ પહેર્યા હતા. હવે હું ઘણા બધા કિલોમીટર ચાલી શકું છું અને હવે યુવતીને થાક પણ લાગતો નથી.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275